Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય અવકાશયાત્રી ની બાયોપિક માં શાહરૂખ ખાન અને વિકી કૌશલ ને પાછળ છોડી આ અભિનેતા ભજવશે રાકેશ શર્મા ની ભૂમિકા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 જાન્યુઆરી 2022         

Join Our WhatsApp Channel

સોમવાર

ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્મા પર એક બાયોપિક બનવા જઈ રહી છે, જેનું નિર્માણ સિદ્ધાર્થ રોય કપૂર કરી રહ્યા છે. આ ફિલ્મની કાસ્ટ અત્યાર સુધીમાં ઘણી વખત બદલાઈ છે. આ ફિલ્મ સાથે ઘણા મોટા નામ જોડાયેલા છે. શાહરૂખ ખાન અને વિકી કૌશલ બાદ હવે તેમાં વધુ એક નવું નામ ઉમેરાય તેમ લાગી રહ્યું છે.એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલ મુજબ, ફરહાન અખ્તર હવે રાકેશ શર્માની બાયોપિક સેલ્યુટઃ સારે જહાં સે અચ્છામાં મુખ્ય ભૂમિકા ભજવશે. તે રાકેશ શર્માની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂરે પણ આ અંગે વાત કરી છે. પોર્ટલ સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે, જ્યારે અમે શૂટિંગ શરૂ કરીશું ત્યારે હું તેની જાહેરાત કરીશ.

સિદ્ધાર્થે તેની બાકીની ફિલ્મો વિશે પણ જણાવ્યું. “અમારી પાસે પાઇપલાઇનમાં પિપ્પા (ઇશાન ખટ્ટર અને મૃણાલ ઠાકુર) છે. તેનું હજુ 3 મહિનાનું શૂટિંગ બાકી છે અને તે આ વર્ષના અંતમાં રિલીઝ થશે. અમારી પાસે વો લડકી હૈ કહાં (તાપસી પન્નુ અને પ્રતીક ગાંધી) પણ છે જેનું શૂટિંગ અત્યારે ચાલી રહ્યું છે. તે પછી દેખીતી રીતે જ રોકેટ બોયઝની બીજી સીઝન અને આરણ્યકની બીજી સીઝન છે. 

લગ્ન બાદ પૂલ પાર્ટીમાં બોલ્ડ ડ્રેસમાં જોવા મળી મૌની રોય, અભિનેત્રી નો આફ્ટર પાર્ટી ડાન્સ થઈ રહ્યો છે વાયરલ; જાણો વિગત, જુઓ વિડીયો

રાકેશ શર્માની બાયોપિકની વાત કરીએ તો આ ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થવાનું હતું પરંતુ શાહરૂખ તેની તારીખો આપી શક્યો ન હતો. આ પહેલા આમિર ખાનનું નામ પણ તેની સાથે જોડાયું હતું. આટલું જ નહીં ફિલ્મમાં રાકેશ શર્માની પત્ની માટે પણ ઘણા નામ સામે આવ્યા છે.કરીના કપૂર, કેટરિના કૈફ અને અનુષ્કા શર્માથી લઈને ભૂમિ પેડનેકર સુધી રાકેશ શર્માની પત્નીના નામની ચર્ચા થઈ છે. એક સમયે એવું કહેવામાં આવી રહ્યું હતું કે ફિલ્મનું કામ બંધ થઈ ગયું છે અને તે કોલ્ડ સ્ટોરેજમાં ગઈ છે. પરંતુ 2022માં આ ફિલ્મથી ફરી આશા જાગી છે.

Salman Khan Moves HC Against Upcoming Film અપકમિંગ ફિલ્મ સામે હાઈકોર્ટ પહોંચ્યા સલમાન ખાન; જાણો શું છે મામલો
Mirzapur The Movie Song Controversy ‘મિર્ઝાપુર ધ મુવી’ પર વિવાદ ભાજપ નેતા એ સેન્સર બોર્ડ પાસે કરી આ માંગ
Orry Slams Akanksha Chamola ગૌરવ ખન્ના સાથેના છૂટાછેડા પર ઓરીએ આકાંક્ષા ચમોલાને આડે હાથ લેતા કહી આવી વાત
Mirzapur The Movie OTT Release મોટા પડદા પછી OTT પર જામશે ‘મિર્ઝાપુર’ ફિલ્મનો દબદબો; જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર થશે સ્ટ્રીમ
Exit mobile version