Site icon News Continuous Bureau | Mumbai

‘તાંડવ’ બાદ હવે એમેઝોનની આ વેબ સિરીઝ વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર, મેકર્સ પર અપમાનજનક સામગ્રી બતાવવાનો લાગ્યો આરોપ.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

20 જાન્યુઆરી 2021

તાંડવ બાદ હવે એમેઝોન પ્રાઈમ વીડિયોની બીજી વેબ સિરીઝ વિવાદમાં આવી છે. આ ઓટીટી પ્લેટફોર્મની સુપરહિટ અને લોકપ્રિય વેબ સિરીઝ મીરઝાપુર છે. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા, અપમાનજનક સામગ્રી અને ગેરકાયદેસર સંબંધો બતાવવા અને ઉત્તર પ્રદેશની આ શહેરની છબીને ખરાબ બતાવવા બદલ આ વેબ સિરીઝના નિર્માતાઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

આ એફઆઈઆર મિર્ઝાપુરના ગામ કોટવાલીમાં નોંધાઈ છે. 'ફરિયાદીનો આરોપ છે કે વેબ સિરીઝમાં અપમાનજનક સામગ્રી, અપમાનજનક અને ગેરકાયદેસર સંબંધો દર્શાવવામાં આવ્યા છે. આ ફરિયાદના આધારે મિર્ઝાપુરના નિર્માતાઓ સામે એફઆઈઆર નોંધાઈ છે.

વેબ સીરીઝ મિર્ઝાપુરના નિર્માતા રિતેશ સિધવાણી, ફરહાન અખ્તર અને ભૌમિક ગોંડલીયા સામે આઇપીસીની કલમ 295 એ, 504, 505 અને આઇટી એક્ટની કલમો સાથે આ એફઆઈઆર નોંધવામાં આવી છે. તે જ સમયે, ગયા મહિને મિર્ઝાપુર વેબ સિરીઝ બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. મિરઝાપુર વેબ સિરીઝ માં કોઈ ખાસ જ્ઞાતિને નિશાન બનાવવાનો અને અપમાનિત કરવાનો આરોપ છે. ફરિયાદીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સેન્ટ્રલ ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડના અધ્યક્ષને એક પત્ર લખીને વેબ સિરીઝ ઉપર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.  

Robert Pattinson New James Bond 007 જેમ્સ બોન્ડને મળ્યો નવો ચહેરો, ડેનિયલ ક્રેગ બાદ રોબર્ટ પેટિનસન સંભાળશે જેમ્સ બોન્ડની કમાન, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
Yeh Prem Mol Liya Trailer Release Date 20 કલાકારો એકસાથે એક જ ફિલ્મમાં સૂરજ બડજાત્યાની ‘યે પ્રેમ મોલ લિયા’ નું ટ્રેલર 18 નવેમ્બરે આવશે, ફેન્સમાં ભારે ઉત્સાહ
Panchayat Season 5 Release Date ‘પંચાયત સિઝન 5’ આ વર્ષે રિલીઝ નહીં થાય રિલીઝ ડેટ જાણવા માટે ક્રાંતિ દેવીએ રાખી આ શરત
Amitabh Bachchan Bach Gaye Midnight Post અમિતાભ બચ્ચને મધરાતે કેમ લખ્યું ‘બચ ગયા’? જીવના જોખમની અટકળો કે ‘જલસા’ સાથે જોડાયેલો કોઈ મામલો, ચાહકોમાં ચિંતા
Exit mobile version