Site icon News Continuous Bureau | Mumbai

Zubeen Garg: જુબિન ગર્ગના અવસાન પછી પત્નીનું ભાવુક નિવેદન, ફેન્સને કરી ખાસ અપીલ

Zubeen Garg: જુબિન ગર્ગ નું સિંગાપોર માં અવસાન થયું છે. હવે તેની પત્ની એ સોશિયલ મીડિયા પર એક ભાવુક નિવેદન શેર ર્ક્યું છે

After Zubeen Garg’s Death, Wife Appeals to Fans in Emotional Statement

After Zubeen Garg’s Death, Wife Appeals to Fans in Emotional Statement

News Continuous Bureau | Mumbai

Zubeen Garg: ગેંગસ્ટર’  ફિલ્મના ‘યા અલી’ ગીતથી જાણીતા ગાયક જુબિન ગર્ગ ના અચાનક અવસાનથી તેમના પરિવાર અને ચાહકોમાં શોકની લાગણી છે. રિપોર્ટ્સ અનુસાર, જુબિન ગર્ગ સિંગાપોર  માં વેકેશન દરમિયાન સ્કૂબા ડાઈવિંગ કરતી વખતે હાર્ટ એટેક થી અવસાન પામ્યા. તેમના મેનેજર સહિત કેટલાક લોકો પર શંકા વ્યક્ત થઈ છે અને FIR પણ નોંધાઈ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Zubeen Garg passes away: જાણો કોણ છે જુબિન ગર્ગ જેનું 52 વર્ષની ઉંમરે સ્કૂબા ડાઈવિંગ દરમિયાન થયું નિધન

 પત્ની ગરિમાનું ભાવુક નિવેદન

જુબિન ગર્ગની પત્ની ગરિમા એ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો છે જેમાં તેઓ રડતાં-રડતાં ચાહકોને અપીલ કરે છે: “જુબિન જ્યારે જીવતા હતા ત્યારે તમે તેમને ખૂબ પ્રેમ આપ્યો, હવે તેમના અંતિમ સંસ્કાર શાંતિથી પૂર્ણ થાય એ માટે સહયોગ આપો. પોલીસ અને રાજ્ય પ્રશાસન પણ સહયોગ આપી રહ્યા છે.”ગરિમાએ કહ્યું કે “સિદ્ધાર્થ (Siddharth Sharma) અમારા માટે ભાઈ જેવો છે. 2020માં જ્યારે જુબિનને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારે સિદ્ધાર્થએ ખૂબ મદદ કરી હતી. કૃપા કરીને સિદ્ધાર્થ વિશે ખોટું ન વિચારો અને FIR પાછી ખેંચો. તેમના વિના હું કંઈ કરી શકતી નથી.”


 

ગરિમાએ કહ્યું, “મને આશા છે કે જુબિનના અંતિમ કાર્ય શાંતિથી પૂર્ણ થશે. તમે જેમ જુબિનને પ્રેમ આપ્યો, તેમ જ હવે અમારા પરિવાર અને સિદ્ધાર્થને પણ સમર્થન આપો.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version