Site icon News Continuous Bureau | Mumbai

Ahaan Panday: અહાન પાંડેના હાથમાં લાગ્યો મોટો જેકપોટ! યશરાજ બેનર હેઠળ મોહિત સૂરી સાથે કરશે નવી રોમ-કોમ ફિલ્મ

Ahaan Panday: આદિત્ય ચોપરાના સૂચન બાદ મોહિત સૂરી સ્ક્રિપ્ટમાં કરી રહ્યા છે ફેરફાર; આ વર્ષના અંત સુધીમાં શૂટિંગ શરૂ થવાની શક્યતા

Ahaan Panday and Mohit Suri to team up again for YRF's upcoming romantic comedy after 'Sayyaara

Ahaan Panday and Mohit Suri to team up again for YRF's upcoming romantic comedy after 'Sayyaara

News Continuous Bureau | Mumbai

Ahaan Panday: ગયા વર્ષે રિલીઝ થયેલી રોમેન્ટિક ફિલ્મ ‘સૈયારા’ ની સફળતા બાદ અભિનેતા અહાન પાંડે અને નિર્દેશક મોહિત સૂરીની જોડી ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવવા તૈયાર છે. અહાન પાંડે રાતોરાત યુવાનોમાં ફેવરિટ બની ગયો હતો અને હવે તે ફરીથી મોહિત સૂરી સાથે નવી રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં જોવા મળશે. આ પ્રોજેક્ટ યશરાજ ફિલ્મ્સના (YRF) બેનર હેઠળ તૈયાર કરવામાં આવશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Yuzvendra Chahal in controversy: યુઝવેન્દ્ર ચહલ અને તાન્યા ચેટર્જી વચ્ચે શું છે કનેક્શન? અભિનેત્રીએ ચેટ જાહેર કરતા સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચાઓ

આદિત્ય ચોપરાના સૂચનથી અહાન પાંડેની થઈ એન્ટ્રી

મીડિયા રિપોર્ટ મુજબ, મોહિત સૂરીએ પહેલા એક અલગ સ્ક્રિપ્ટ લખી હતી જે એક આધેડ વયના યુગલની રોમેન્ટિક કોમેડી હતી. જોકે, નિર્માતા આદિત્ય ચોપરાએ તેમને અહાન પાંડે સાથે એક યુવા રોમેન્ટિક કોમેડી બનાવવાનું સૂચન કર્યું હતું. અહાનની આગામી અન્ય એક ફિલ્મ એક્શન ઝોનરની છે જેમાં તે ગેંગસ્ટરના રોલમાં છે, તેથી નિર્માતાઓને લાગ્યું કે અહાનની રોમેન્ટિક જોડી દર્શકોને વધુ પસંદ આવશે. હવે મોહિત અહાનના વ્યક્તિત્વ મુજબ સ્ક્રિપ્ટમાં ફેરફાર કરી રહ્યા છે.


મોહિત સૂરીની આ નવી ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થાય તેવી પૂરી સંભાવના છે. ફિલ્મની કાસ્ટિંગ માટે અન્ય ઘણા નામોની ચર્ચા હતી, પરંતુ હવે અહાન પાંડેના નામ પર મહોર વાગી ગઈ છે. ‘સૈયારા’ ની ભવ્ય સફળતા બાદ મોહિત સૂરીના આ આગામી પ્રોજેક્ટ પાસેથી દર્શકોને ઘણી અપેક્ષાઓ છે. આ ફિલ્મમાં અહાન પાંડે સાથે કઈ અભિનેત્રી જોવા મળશે તેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે તેવું મનાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version