Site icon News Continuous Bureau | Mumbai

Dhurandhar AI Reimagined: બોલીવુડના ‘ધુરંધર’ સ્ટાર્સના AI અવતાર! અમિતાભ અને વિનોદ ખન્નાનો નવો લુક જોઈને સોશિયલ મીડિયા પર ખળભળાટ

Dhurandhar AI Reimagined: 1980ના દાયકાના સુપરસ્ટાર્સ સાથે ફિલ્મ ‘ધુરંધર’નું રેટ્રો અવતાર; શ્રીદેવી અને ઋષિ કપૂરને જોઈ ફેન્સ થયા ભાવુક, જેકી શ્રોફનો દેખાયો દમદાર લૂક

AI reimagines 'Dhurandhar' with 1980s Bollywood legends

AI reimagines 'Dhurandhar' with 1980s Bollywood legends

News Continuous Bureau | Mumbai

Dhurandhar AI Reimagined: બોક્સ ઓફિસ પર અત્યારે ‘ધુરંધર’  ફિલ્મની આંધી ચાલી રહી છે, પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એ આ ફિલ્મને 1980ના દાયકાની હાઈ-ઓક્ટેન બોલિવૂડ ફિલ્મમાં ફેરવી દીધી છે. ઇન્સ્ટાગ્રામ આર્ટિસ્ટ  એ એઆઈની મદદથી ફિલ્મની હાલની સ્ટાર કાસ્ટને તે સમયના દિગ્ગજ કલાકારો સાથે રિપ્લેસ કરી છે. આ તસવીરોમાં અમિતાભ બચ્ચનને હમઝા અલી મઝારી (રણવીર સિંહનું પાત્ર) તરીકે બતાવવામાં આવ્યા છે, જે તેમના ‘દીવાર’ અને ‘શક્તિ’ ફિલ્મોના દિવસોની યાદ અપાવે છે.આ કાલ્પનિક તસવીરોમાં ક્રિએટિવિટી એટલી મજબૂત છે કે અસલી અને નકલી વચ્ચેનો તફાવત પારખવો મુશ્કેલ છે. અમિતાભ બચ્ચન લાંબા વાળ અને દાઢીમાં અત્યંત પ્રભાવશાળી દેખાઈ રહ્યા છે, જ્યારે વિનોદ ખન્નાએ ‘રહેમાન ડકૈત ’ના રોલમાં મહેફિલ લૂંટી લીધી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kaabil 2 Confirmed: હૃતિક રોશનની ‘કાબિલ’ ની સિક્વલ પર લાગી મહોર; સંજય ગુપ્તા એ ફિલ્મની વાર્તા અને એક્શનને લઈને આપ્યું મોટું નિવેદન

વિનોદ ખન્ના અને પરવીન બાબીની જોડીએ જમાવ્યું આકર્ષણ

એઆઈ વર્ઝનમાં વિનોદ ખન્નાને રહેમાન ડકૈત (અક્ષય ખન્નાનું પાત્ર) તરીકે બતાવવામાં આવ્યા છે. કાળા રંગના સ્ટાઈલિશ પઠાણી સૂટ અને એવિએટર ચશ્મામાં તેઓ ખૂબ જ ઘાતક દેખાઈ રહ્યા છે. તેમની પત્ની ‘ઉલ્ફત’ (સૌમ્યા ટંડનનું પાત્ર) ના રોલમાં પરવીન બાબીને દર્શાવવામાં આવી છે. આ જોડીએ 80ના દાયકાના બોલિવૂડના ગ્લેમર અને એક્શનની યાદ તાજી કરી દીધી છે. 


આ તસવીરોમાં દિવંગત અભિનેત્રી શ્રીદેવીને યાલિના જમાલી (સારા અર્જુનનું પાત્ર) તરીકે જોઈને ફેન્સ ભાવુક થઈ ગયા હતા. સફેદ કપડામાં અત્યંત સુંદર દેખાતી શ્રીદેવીએ આ કાલ્પનિક પાત્રમાં જીવ પૂરી દીધો છે. બીજી તરફ, મેજર ઈકબાલ (અર્જુન રામપાલનું પાત્ર) તરીકે જેકી શ્રોફ નજરે પડે છે. તેમણે પોતાનો ‘જગ્ગુ દાદા’ વાળો અંદાજ જાળવી રાખ્યો છે અને ઘાટી દાઢીમાં તેઓ દમદાર ફોજી જેવા લાગે છે.ફિલ્મના વિલન એસપી ચૌધરી અસલમ (સંજય દત્તનું પાત્ર) તરીકે દિગ્ગજ અમરીશ પુરી પોતાની તીક્ષ્ણ નજરો સાથે જોવા મળ્યા હતા. જ્યારે અજય સાન્યાલ (આર માધવનનું પાત્ર) તરીકે પરેશ રાવલને બતાવવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે, દિવંગત ઋષિ કપૂરને ઉઝૈર બલોચ તરીકે શાંત અને દાઢીવાળા અવતારમાં રજૂ કરવામાં આવ્યા છે, જે તેમના ઈમેજ કરતા તદ્દન અલગ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version