News Continuous Bureau | Mumbai
અભિષેક બચ્ચન હાલમાં ઘૂમરમાં તેના અભિનય માટે દર્શકો તરફથી પ્રશંસા અને ટીકા બંને મેળવી રહ્યો છે. આ ફિલ્મ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જેમાં અભિષેકની એક કડક કોચ ની ભૂમિકા માટે પ્રશંસા કરવામાં આવી છે જે તેની વિદ્યાર્થીની સૈયામી ખેરને તેની વિકલાંગતા હોવા છતાં એક સફળ ક્રિકેટ ખેલાડી બનવા માટે મજબૂત બનાવે છે. જેના માટે કરણ જોહર, અનુરાગ કશ્યપ જેવા અભિષેકના ઘણા મિત્રો અને વીરેન્દ્ર સેહવાગ અને આર અશ્વિન જેવા ભારતીય ક્રિકેટરોએ ફિલ્મની પ્રશંસા કરી છે. જોકે, અભિષેકના પરિવાર તરફથી સૌથી ખાસ સપોર્ટ મળ્યો છે. પહેલા, તેમના પિતા અમિતાભ બચ્ચને ફિલ્મ માટે એક શાનદાર રિવ્યુ લખ્યો હતો, અને હવે, તેની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્યા બચ્ચન ફિલ્મ સ્ક્રીનિંગ દરમિયાન તેને ઉત્સાહિત કરતા જોવા મળ્યા હતા.
ઘૂમર ની સ્ક્રિન્ગ માં જોવા મળ્યા ઐશ્વર્યા અને આરાધ્યા
ફિલ્મના નિર્માતાઓએ તાજેતરમાં મુંબઈમાં એક સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું, જેમાં કલાકારો, ક્રૂ અને તેમના પરિવારજનો સાથે હાજર રહ્યા હતા. ઈન્ટરનેટ પર ઇવેન્ટની નવી તસવીરો સામે આવી છે, જેમાં ઘૂમર ટીમ ઐશ્વર્યા અને આરાધ્યા સાથે પોઝ આપતી જોવા મળે છે. તસવીરોમાં, બચ્ચન પરિવારે મેચિંગ કસ્ટમ બ્લેક હૂડી પહેરી હતી. અભિષેકે તેની હૂડીને બેજ પેન્ટ અને કાળી કેપ સાથે મેચ કરી હતી, જ્યારે ઐશ્વર્યા લાલ લિપસ્ટિક અને મેકઅપ માં ખૂબસૂરત દેખાતી હતી. જ્યારે તેની પુત્રી બ્લેક હેયરબેન્ડ સાથે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. ફિલ્મની મુખ્ય અભિનેત્રી સૈયામી ખેર અને નિર્દેશક આર બાલ્કી પણ તેમની સાથે જોડાયા હતા.
ઐશ્વર્યા રાયે આપી ઘૂમર પર પ્રતિક્રિયા
ઐશ્વર્યાએ પતિ અભિષેકને સપોર્ટ કરતી વખતે ‘ઘૂમર’ની સમીક્ષા કરી હતી. તેણે ફિલ્મને શાનદાર અને શક્તિશાળી ગણાવી. તેણે કહ્યું કે તેને અભિષેક પર ગર્વ છે. ફિલ્મના પ્રમોશનમાં અભિષેકે પોતાના અંગત જીવન વિશે ખુલીને વાત કરી હતી. તેણે જણાવ્યું કે ઐશ્વર્યા તેને કેવી રીતે સપોર્ટ કરે છે. દીકરી આરાધ્યા તેને કેવા પ્રશ્નો પૂછે છે. તમને જણાવી દઈએ કે અભિષેક ‘ઘૂમર’થી પાંચ વર્ષ પછી મોટા પડદા પર પાછો ફર્યો છે. જો કે, આ પાંચ વર્ષોમાં, અભિનેતાએ OTT પર તેની શરૂઆત કરી અને તેની ફિલ્મો રિલીઝ થઈ.
આ સમાચાર પણ વાંચો : abhishek bachchan: કોફી વિથ કરણ ચેટ શો માં અભિષેક બચ્ચને સલમાન ખાન ને આપી હતી આ સલાહ, ઐશ્વર્યા રાયનું રિએક્શન થયું વાયરલ
