Site icon

Aishwarya rai bachchan: પેરિસ ફેશન વીક ના એક વિડીયો માં લોકો એ ઐશ્વર્યા રાય બચ્ચન માં કંઈક એવું જોયું કે થઇ ગઈ ટ્રોલ, જુઓ વિડિયો

Aishwarya rai bachchan: તાજેતરમાં ઐશ્વર્યા રાય બચ્ચને 'પેરિસ ફેશન વીક' માં ભાગ લીધો હતો. આ દરમિયાન અભિનેત્રી એ રેમ્પ વોક કર્યું હતું જેને લોકો એ ખુબ પસંદ કર્યું હતું. હવે પેરિસ ફેશન વીક નો એક અનસીન વિડિયો સામે આવ્યો છે, જેમાં અભિનેત્રી ઓલ બ્લેક કલરના ડ્રેસમાં રેમ્પ વોક કર્યું હતું જોકે, ઐશ્વર્યાનો આ લુક જોયા બાદ કેટલાક લોકોએ તેને ખરાબ રીતે ટ્રોલ કરી છે.

aishwarya rai bachchan trolled for her ramp walk at paris fashion week

aishwarya rai bachchan trolled for her ramp walk at paris fashion week

News Continuous Bureau | Mumbai

Aishwarya rai bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડ ની સૌથી સુંદર અભિનેત્રી માની એક છે. 49 વર્ષ ની ઉંમરે પણ ઐશ્વર્યા ની સુંદરતા માં કોઈ ઘટાડો થયો નથી. મોડલિંગના દિવસોથી જ પોતાની સુંદરતાની સાથે-સાથે સ્ટાઈલ માટે પણ એક અલગ ઓળખ ધરાવતી ઐશ્વર્યાની સુંદરતાના ચાહકો હંમેશા તેના દિવાના રહ્યા છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી, ચાહકો ઘણીવાર ઐશ્વર્યા રાય બચ્ચનને તેના લુક માટે ટ્રોલ કરતા જોવા મળે છે. હાલમાં જ જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચન પેરિસ ફેશન વીકમાં રેમ્પ વોક કરતી જોવા મળી હતી. આ દરમિયાન ઐશ્વર્યાને જોઈને કેટલાક યુઝર્સ તેની મજાક ઉડાવતા જોવા મળ્યા હતા.

Join Our WhatsApp Community

 

ઐશ્વર્યા રાય બચ્ચન નું રેમ્પ વોક 

તાજેતરમાં જ ઐશ્વર્યા રાય બચ્ચને પેરિસ ફેશન વીકમાં રેમ્પ વોક કર્યું હતું. દરમિયાન, આ ઇવેન્ટ નો રિહર્સલ કરતી ઐશ્વર્યાનો એક અનસીન વીડિયો સામે આવ્યો છે, જેમાં તે રેમ્પ પર વોક કરતી જોવા મળી રહી છે. આ વિડીયો માં ઐશ્વર્યા ઓલ બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળે છે, જેમાં મોટા કદના બ્લેઝર અને ફ્લેરેડ પેન્ટનો સમાવેશ થાય છે.આ ડ્રેસમાં ઐશ્વર્યા રાય બચ્ચને પૂરા આત્મવિશ્વાસ સાથે રેમ્પ વોક કર્યું હતું અને પોતાની સુંદરતાનો પરચો આપ્યો હતો. જો કે આ વીડિયોમાં એક્ટ્રેસને તેના ચાલવા માટે ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે.

ઐશ્વર્યા રાય બચ્ચન થઇ ટ્રોલ 

ઐશ્વર્યાના આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે – ‘મને લાગે છે કે તે ગર્ભવતી છે, બેબી બમ્પ જોઈ શકાય છે.’ તો અન્ય એક યુઝરે પણ તેની પ્રેગ્નેન્સી ને લઇ ને તેના પર કમેન્ટ કરતા લખ્યું ‘તે ગર્ભવતી મહિલાની જેમ ચાલી રહી છે!’,આ દરમિયાન ત્રીજા યુઝરે લખ્યું, ‘તે બરાબર ચાલી પણ શકતી નથી. તે મોડલ કેટેગરીની બહાર છે.’ઘણા લોકોએ એવો દાવો પણ કર્યો હતો કે ઐશ્વર્યાએ તેનું આકર્ષણ ગુમાવ્યું છે કારણ કે તેનો ચહેરો સુજી ગયેલો દેખાય છે અને આ બોટોક્સના વધુ પડતા ઉપયોગને કારણે છે.

આ  સમાચાર પણ વાંચો : salman khan: શું સલમાન ખાન તેના જન્મદિવસ પર કરવા જઈ રહ્યો છે લગ્ન? ભાઈજાન ની એક પોસ્ટ ના કારણે લોકો ના મન માં ઉઠ્યા સવાલ

 

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version