Site icon

ઐશ્વર્યા રાયની ફિલ્મ પોનીયિન સેલ્વનના સ્ટ્રીમિંગ રાઇટ્સ એમેઝોન પ્રાઈમે અધધ આટલા કરોડ માં ખરીદ્યા, આ દિવસે રિલીઝ થઈ રહી છે ફિલ્મ

News Continuous Bureau | Mumbai

દર્શકો ઐશ્વર્યા રાય બચ્ચનની (Aishwarya rai Bachchan) ફિલ્મ 'પોનીયિન સેલ્વન' (Ponniyin Selven) ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમિલ મહાકાવ્યની ઐતિહાસિક ફિલ્મ પહેલા મોટા સ્ક્રીન પર બતાવવામાં આવશે અને પછી ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમિંગ થશે. તેના માટે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયોએ (Amazon prime video) આ ફિલ્મના સ્ટ્રીમિંગ રાઇટ્સ (streaming rights) મોટી રકમ ચૂકવીને ખરીદ્યા છે.પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મણિરત્નમની (Maniratnam) ફિલ્મ 'પોનીયિન સેલવાન' લેખક કલ્કી કૃષ્ણમૂર્તિની નવલકથા પર આધારિત ઐતિહાસિક ફિલ્મ છે. આ ફિલ્મમાં રાજા ચોલ (King Chola) ની વાર્તા દર્શકો સામે રજૂ કરવામાં આવશે.

Join Our WhatsApp Community

આ ફિલ્મનું પોસ્ટર જોઈને સ્પષ્ટ થાય છે કે દર્શકોને વીતેલા દિવસોની મહાન ગાથા જોવા મળશે. આ ફિલ્મ જોવા માટે ચાહકો ખૂબ રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય (Aishwarya Rai Bachchan)મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં ઐશ્વર્યા મંદાકિની દેવીનું (Mandakini devi) પાત્ર ભજવતી જોવા મળશે. ઐશ્વર્યાએ ગયા મહિને ફિલ્મના કેટલાક પોસ્ટર શેર કર્યા હતા અને જણાવ્યું હતું કે આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.આ મહાન ગૌરવશાળી ઐતિહાસિક ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે. ફિલ્મ નિર્માતાએ જાહેરાત કરી છે કે 'પોનીયિન સેલવાન'નો પહેલો ભાગ 30 સપ્ટેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. એમેઝોને (Amazon prime video)કરોડો રૂપિયા ચૂકવીને આ ફિલ્મના ડિજિટલ અધિકારો ખરીદ્યા છે. એમેઝોન પ્રાઇમે આ એક્શન-સાહસથી ભરપૂર ફિલ્મના ભાગ 1 અને ભાગ 2 માટે 125 કરોડ રૂપિયામાં સ્ટ્રીમિંગ અધિકારો ખરીદ્યા છે.

આ સમાચાર પણ વાંચો: અભિષેક બચ્ચન ની ફિલ્મ 'દસવી'ના ગીત 'મચા રે' પર ડાન્સ કરતા જોવા મળ્યા અમિતાભ બચ્ચન! તમે પણ જુઓ ફની વિડીયો

તમિલ ભાષાની ફિલ્મ 'પોનીયિન સેલવાન' (Ponniyin Selvan) હિન્દી, કન્નડ, મલયાલમ અને તેલુગુમાં રિલીઝ થશે. જો કે ડિજિટલ સ્ટ્રીમિંગ (Digital streaming)ક્યારે શરૂ થશે તે હજુ સ્પષ્ટ નથી. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન, જયમ રવિ, ત્રિશા સહિત અન્ય ઘણા કલાકારો છે. લાંબા સમય બાદ ઐશ્વર્યા આ ફિલ્મ દ્વારા સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. આ દિવસોમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની (South film industry) સફળતાની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. આ અંગે બોલિવૂડના ઘણા કલાકારોએ પોતાના વિચારો શેર કર્યા છે.

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version