Site icon

Aishwarya Rai Viral Video: પેરિસ ફેશન વીકમાં એશ્વર્યા રાય એ કર્યું એવું કામ કે લોકો કરી રહ્યા છે વખાણ

Aishwarya Rai Viral Video: એશ્વર્યા રાય અને આરાધ્યા પેરિસ ફેશન વીકમાં પહોંચ્યા, ફેનને ગળે લગાવતી અને આંસુ લૂછતી એશ્વર્યા રાયનો વીડિયો થયો વાયરલ

Aishwarya Rai Wins Hearts in Paris Fashion Week 2025 With Her Sweet Gesture Towards Emotional Fan

Aishwarya Rai Wins Hearts in Paris Fashion Week 2025 With Her Sweet Gesture Towards Emotional Fan

News Continuous Bureau | Mumbai 

Aishwarya Rai Viral Video: એશ્વર્યા રાય બચ્ચન પેરિસ ફેશન વીક 2025 માટે પોતાની દીકરી આરાધ્યા સાથે પેરિસ પહોંચી છે. લોરિયલ (L’Oréal) બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એશ્વર્યા દર વર્ષે આ ઇવેન્ટમાં ભાગ લે છે. આ વખતે એક ભાવુક પળે એશ્વર્યા રાયએ એક ફેનને ગળે લગાવી, તેના આંસુ લુછ્યા અને ફોટો માટે પોઝ આપ્યો — જે વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Shoaib Akhtar Abhishek Bachchan: શોએબ અખ્તરે લાઈવ ટીવી પર અભિષેક બચ્ચન ને સમજ્યો ક્રિકેટર, એક્ટરે આપ્યો મજેદાર જવાબ

એશ્વર્યા રાયનો હૃદયસ્પર્શી હાવભાવ

 વિડિયો મુજબ, જ્યારે એશ્વર્યા પોતાની કાર તરફ જઈ રહી હતી, ત્યારે એક યુવતી ફેન તેને જોઈને રડી પડી. એશ્વર્યાએ તરત જ તેને શાંત કરાવી, ગળે લગાવ્યું અને કહ્યું “શ્વાસ લો” — પછી ફોટો માટે પોઝ આપ્યો. આ હાવભાવને લઈને સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું છે, “આ ઐશ્વર્યા રાય છે. આ સૌથી વધુ ખૂબસૂરત અને દયાળુ છે.” એક બીજા યુઝરે લખ્યું છે, “આ દેવી છે.” એક અન્ય યુઝરે લખ્યું છે, “આ ખૂબ જ સારી અને લોકોનું ધ્યાન રાખનારી છે.” ઘણા બીજા યુઝર્સે આ વીડિયો પર દિલવાળું ઇમોજી કમેન્ટ કર્યું છે.


સાલ ૧૯૯૭માં તમિલ ફિલ્મ ‘ઇરુવર’થી પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત કરનારી ઐશ્વર્યા રાય છેલ્લે ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન 2’ માં જોવા મળી હતી. મણિરત્નમના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં વિક્રમ, રવિ મોહન, તૃષા કૃષ્ણન અને શોભિતા ધુલીપાલાએ અભિનય કર્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sherlyn Chopra: શર્લિન ચોપરાએ કરાવી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિમૂવલ સર્જરી, વિડીયો શેર કરી કહી આવી વાત
Bigg Boss 19: અભિષેક-આવેઝે ‘બિગ બોસ’ની ખોલી પોલ, મેકર્સ પર ગુસ્સો વ્યક્ત કરતા ઉઠાવ્યા આવા પ્રશ્નો
Laalo Krishna Sada Sahaayate: ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’એ રચ્યો ઇતિહાસ: 21 દિવસમાં 98 લાખથી 38 દિવસમાં અધધ આટલા કરોડ સુધીની સફર
Rubina Dilaik-Abhinav Shukla: રૂબીના દિલૈક અને અભિનવ શુક્લાએ જીત્યો ‘પતિ પત્ની અને પંગા’નો ખિતાબ, આ કપલ ને પાછળ છોડી આગળ નીકળી જોડી
Exit mobile version