Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya Rai Viral Video: ઐશ્વર્યા રાયે પરણેલી મહિલાઓને આપી ખાસ સલાહ; અભિષેક બચ્ચન સાથેના સંબંધો પર કહી આ મોટી વાત

Aishwarya Rai Viral Video:કોફી વિથ કરણ’ શોમાં ઐશ્વર્યાએ લગ્નજીવન વિશે કહી હતી દિલ જીતી લેનારી વાત; છૂટાછેડાની અફવાઓ વચ્ચે નિવેદન ફરી ચર્ચામાં.

Aishwarya Rai’s advice to married women goes viral: "Silence is the greatest strength of a wife," says the actress

Aishwarya Rai’s advice to married women goes viral: "Silence is the greatest strength of a wife," says the actress

News Continuous Bureau | Mumbai

Aishwarya Rai Viral Video:બોલીવુડની ગ્લેમરસ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મોથી દૂર હોવા છતાં પોતાની પર્સનલ લાઈફને કારણે સતત હેડલાઈન્સમાં રહે છે. ખાસ કરીને પુત્રી આરાધ્યાના ઉછેર અને અભિષેક બચ્ચન સાથેના તેના સંબંધો વિશે ફેન્સ હંમેશા જાણવા આતુર હોય છે. આ દરમિયાન ઐશ્વર્યાની એક જૂની સલાહ સોશિયલ મીડિયા પર ફરીથી વાયરલ થઈ રહી છે, જેમાં તેણે લગ્નજીવનમાં મહિલાઓની ભૂમિકા વિશે મોટી વાત કહી હતી.વર્ષ 2007 માં ઐશ્વર્યા અને અભિષેક કરણ જોહરના પ્રખ્યાત શો ‘કોફી વિથ કરણ’ માં જોવા મળ્યા હતા. આ શો દરમિયાન અભિષેકે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે, “પત્ની ક્યારેય પહેલા માફી નથી માંગતી અને દરેક લગ્નમાં પત્ની જ હંમેશા સાચી હોય છે.” આ વાતનો ઐશ્વર્યાએ જે રીતે જવાબ આપ્યો તેણે સૌના દિલ જીતી લીધા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Mumbai Police Action: ખેલાડી કુમારના ડ્રાઈવર સામે મુંબઈ પોલીસની લાલ આંખ! ભયાનક અકસ્માત બાદ નોંધાયો ગુનો, જાણો શું છે આખી ઘટના

“શાંત રહેવું એ જ સૌથી મોટી તાકાત છે”

અભિષેકની વાતોનો જવાબ આપતા ઐશ્વર્યાએ કહ્યું હતું કે, “શાંત રહેવું  એ જ વિવાહિત સ્ત્રીની સૌથી મોટી તાકાત છે. આ કોઈ જિદની વાત નથી, પરંતુ પ્રેમને રસ્તો આપવાની વાત છે.” ઐશ્વર્યાની આ ફિલોસોફીને તે સમયે ઘણી પ્રશંસા મળી હતી અને આજે પણ તે લોકો માટે એક શીખ સમાન ગણાય છે. છેલ્લા કેટલાક સમયથી ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડા વિશે ઘણી અફવાઓ ઉડી હતી. જોકે, આ કપલે ક્યારેય સત્તાવાર રીતે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તાજેતરમાં જ આરાધ્યાના સ્કૂલ ફંક્શનમાં બંનેને સાથે જોઈને અને નવા વર્ષની ઉજવણી માટે સાથે વિદેશ પ્રવાસે જવાની ખબરોથી ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.


ઐશ્વર્યા અત્યારે ફિલ્મોના બદલે પોતાની ફેમિલી અને ખાસ કરીને આરાધ્યાની પરવરિશ પર વધુ ધ્યાન આપી રહી છે. તેણે હંમેશા સાબિત કર્યું છે કે તે પ્રોફેશનલ દુનિયાની સાથે સાથે બચ્ચન પરિવારની પુત્રવધૂ તરીકેની જવાબદારીઓ પણ ખૂબ જ ગ્રેસફુલી નિભાવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India’s Got Latent Episode Leak ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ એપિસોડ લીક? સમય રૈનાના પબ્લિશ ન થયેલા એપિસોડનો વીડિયો થયો વાયરલ, મુનવ્વર ફારૂકી અને રાઘવ જુયાલ દેખાયા
Rajinikanth Biopic In Works સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની બાયોપિક બનવાની તૈયારી, અભિનેતા ખુદ લખી રહ્યા છે પોતાની કહાની
Lock Upp 2 Four Contestants Evicted Top 7 Revealed ગ્રાન્ડ ફિનાલે પહેલા ‘લોક અપ ૨’ માં મોટો ઉલટફેર એકસાથે ૪ સ્પર્ધકો શોમાંથી બહાર, ટોપ ૭ સ્પર્ધકોના નામ આવ્યા સામે
Yeh Rishta Kya Kehlata Hai Neelu Vaghela ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં મોટો ફેરફાર શગુફ્તા અલીની જગ્યાએ નીલુ વાઘેલાની સરપ્રાઈઝ એન્ટ્રી, લીપ પછી ભજવશે મહત્વનો રોલ
Exit mobile version