Site icon News Continuous Bureau | Mumbai

ટેલિવિઝનની સંસ્કારી વહુ પત્રલેખાએ શૅર કરી તેની બોલ્ડ તસવીરો; જુઓ ફોટોગ્રાફ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 4 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં'ની વાર્તા દર્શકોને પસંદ આવી રહી છે. આ સિરિયલના કલાકારોના ફેન-ફોલોઇંગ જબરદસ્ત છે. નીલ ભટ્ટ, આયેશા સિંહ, ઐશ્વર્યા શર્મા અભિનીત આ સિરિયલે ટૂંકા સમયમાં સારી જગ્યા બનાવી છે. અભિનેત્રી ઐશ્વર્યા શર્મા આ સિરિયલમાં પત્રલેખાનું મુખ્ય પાત્ર ભજવી રહી છે. આ સિરિયલમાં તે હંમેશાં સાડી પહેરેલી જોવા મળે છે, કારણ કે તેનું પાત્ર ઘરની વહુનું છે. જોકે ઐશ્વર્યા શર્મા વાસ્તવિક જીવનમાં ખૂબ જ હૉટ અને કૂલ છે. તેના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટને જોયા પછી તમને આનો ખ્યાલ આવશે. ઇન્સ્ટાગ્રામ પર ઐશ્વર્યા શર્માની ઘણી મનમોહક તસવીરો છે.

ઐશ્વર્યા શર્માને ટેટૂ પસંદ છે. તાજેતરમાં, તેણે નીલ ભટ્ટ નામનું ટેટુ પણ તેના હાથ પર કરાવ્યું છે. આ સિરિયલમાં નીલ ભટ્ટ તેનો કૉ-સ્ટાર છે અને બંનેએ આ વર્ષે સગાઈ કરી હતી. ઐશ્વર્યા નીલને ખૂબ પ્રેમ કરે છે. તમને જણાવી દઈએ કે ઐશ્વર્યાએ તેની પીઠની નીચે ટેટૂ પણ કરાવ્યું છે.  ઐશ્વર્યાની સ્વીમ સુટ તસવીરોમાં આ ટેટૂ સ્પષ્ટ દેખાય છે.

ઐશ્વર્યા શર્મા છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણી બદલાઈ ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર તેની જૂની તસવીરો જોઈને ખબર પડે છે કે થોડાં વર્ષો પહેલાં તે કેટલી સરળ હતી, પરંતુ આજે તે એકદમ સ્ટાઇલિશ, ફૅશનેબલ અને બોલ્ડ બની ગઈ છે.

આજની રાત જેલમાં રહેશે શાહરૂખ નો દીકરો આર્યન

Dekh Bhai Dekh Amitabh Bachchan દૂરદર્શનની આ સુપરહિટ સિરિયલ જોઈને ખુરશી પરથી નીચે પડી ગયા હતા અમિતાભ બચ્ચન, દિગ્દર્શકે જણાવ્યો અજાણ્યો કિસ્સો
Ramayan Advance Booking રણબીર કપૂરની ‘રામાયણ’નું બોક્સ ઓફિસ પર તોફાન, પહેલા જ દિવસે એડવાન્સ બુકિંગમાં ૪ કરોડથી વધુની કમાણી
Ranveer Singh Dhurandhar Promotion રણવીર સિંહે કેમ નહોતું કર્યું ‘ધુરંધર’નું પ્રમોશન? માર્કેટિંગ હેડે હવે કર્યો મોટો ખુલાસો
Ranbir Kapoor Ramayana Tax Free રણબીર કપૂરની મેગા બજેટ ફિલ્મ ‘રામાયણ’ ટેક્સ ફ્રી જાહેર, વિજયાદશમીના પર્વે કરાઈ મોટી જાહેરાત
Exit mobile version