કોરોના મહામારીની કોઇ અવળી અસર ટોચની બોલિવૂડ હસ્તીઓ પર દેખાતી નથી. તેઓ વૈભવી બંગલા અને ઘરો ખરીદી રહ્યા છે.
બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને અર્જુન કપૂર બાદ હવે અજય દેવગણે વિલેપાર્લેની કપોળ કોઓપરેટીવ સોસાયટીમાં ૬૦ કરોડ રૂપિયામાં વૈભવી બંગલો ખરીદ્યો છે.
આ બંગલો તેની માતા વીણા દેવગણ અને અજયના અસલી નામ વિશાલ દેવગણના નામે છે. જે ૫૩૧૦ સ્કે. ફૂટમાં ફેલાયેલો છે.
ઉલ્લેખનીય છે કે આ બંગલો પહેલા સ્વ. પુષ્પા વાલિયાના નામે હતો.
સારા સમાચાર : વિદેશ ભણવા જનારા વિદ્યાર્થીઓ માટે રસી નો દૈનિક કોટા વધારવામાં આવ્યો. જાણો વિગત
