Site icon News Continuous Bureau | Mumbai

‘ન્યાસા કે ‘નાયસા’, અજય દેવગનની પુત્રીએ જાહેર કર્યું તેનું સાચું નામ, પાપારાઝી ને શીખવ્યું, કહ્યું – મારું નામ..

અજય દેવગણ અને કાજોલની દીકરીનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્ટાર કિડ પેપ્સને તેનું સાચું નામ કહેતી જોવા મળે છે.

ajay devgn daughter got angry after hearing her wrong name nysa devgan told paparazzi the correct pronunciation

'ન્યાસા કે 'નાયસા', અજય દેવગનની પુત્રીએ જાહેર કર્યું તેનું સાચું નામ, પાપારાઝી શીખવ્યું, કહ્યું - મારું નામ..

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ સ્ટાર્સ અજય દેવગન અને કાજોલની પુત્રી ન્યાસા દેવગણ હાલમાં જ તેની માતા સાથેના ફોટોશૂટને કારણે હેડલાઇન્સમાં આવી હતી.  ન્યાસા તે સ્ટાર કિડ્સમાંથી એક છે જે તેના દરેક ફોટો અને વીડિયો દ્વારા નેટીઝન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા જ તે સ્ટારની જેમ લોકપ્રિય બની ગઈ છે. પાપારાઝી તેને જોતાની સાથે જ તેની એક ઝલક મેળવવા પાછળ દોડે છે. પરંતુ ઘણા લોકો તેનું નામ ખોટું બોલે છે, જે સાંભળીને ન્યાસાએ હવે ગુસ્સામાં પોતાનું સાચું નામ કહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Channel

 

ન્યાસા એ કહ્યું પોતાનું સાચું નામ  

ન્યાસા દેવગન ઘણીવાર ઇન્ડસ્ટ્રીના સ્ટાર બાળકોના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળે છે, તેની પાર્ટીઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આ વખતે પણ કંઈક એવું જ થયું, જ્યારે તે પાર્ટીમાંથી પરત આવી અને કારમાં બેસવા લાગી તો પાપારાઝી તેની પાછળ આવવા લાગ્યા અને જોર જોરથી ન્યાસા ન્યાસા બૂમો પાડવા લાગ્યા. જે પછી ન્યાસા પોઝ આપવા ઉભી ના રહી પરંતુ કંટાળી ને કહ્યું કે મારું નામ ‘નીસા’ છે.

ટ્રોલ થઇ ન્યાસા 

આ વીડિયોથી એક વાતની પુષ્ટિ થઈ છે કે અજય દેવગનની દીકરીના નામનો ઉચ્ચાર ન્યાસા નહીં પણ ‘નીસા’ છે. નીસા ફરી એકવાર તેની નજીકના મિત્ર ઓરી સાથે જોવા મળી છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં ઓરી અને નીસાની મિત્રતા પર પણ સંબંધોની અટકળો લગાવવામાં આવે છે. પરંતુ હજુ સુધી આવી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. આ વીડિયોમાં કાજોલની દીકરી ફરી એકવાર તેની ચાલવાની સ્ટાઈલ જોઈને ટ્રોલના નિશાના પર છે. લોકોને તેની પાપારાઝી સાથે વાત કરવાની રીત પણ પસંદ નથી આવી રહી. લોકો તેને ડ્રગ એડિક્ટ કહી રહ્યા છે અને સાથે જ તેને ખરાબ સ્વભાવ ની સ્ટાર કિડ પણ કહી રહ્યા છે. લોકો કહે છે કે જાહ્નવી અને સારા પાસેથી કંઈક શીખવું જોઈએ. 

Ravi Kishan Viral Meme Song ‘મની ફોલોઝ માય બ્રધર…’ રવિ કિશનનો વાયરલ મીમ બન્યો ગીત, ટીસિરીઝ સાથે મળીને મચાવી ધૂમ
Mandakini On Dawood Ibrahim Photo વર્ષો જૂના અંડરવર્લ્ડ કનેક્શન પર ‘રામ તેરી ગંગા મૈલી’ ફેમ મંદાકિનીનો ઘટસ્ફોટ ‘એક ફોટોએ મારું બોલિવૂડ કરિયર ખતમ કરી નાખ્યું’
Ranbir Kapoor Ramayana Casting Controversy ‘રામાયણ’માં રામ બનેલા રણબીર કપૂરે પ્રસાદ લેવાનો કર્યો ઇનકાર જૂનો વિડીયો વાયરલ થતાં યુઝર્સે પૂછ્યું ‘આવા વ્યક્તિ શ્રીરામનો રોલ કરશે?’
Ronit Roy Seema Biswas Join Salman Khan Movie સલમાન ખાનની આગામી મેગા ફિલ્મમાં રોનિત રોય અને સીમા બિશ્વાસની એન્ટ્રી મહત્વપૂર્ણ પાત્ર ભજવશે
Exit mobile version