Site icon News Continuous Bureau | Mumbai

આવી ગયું ‘ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’નું ટ્રેલર, દમદાર છે અજય દેવગણના ડાયલૉગ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 12 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

બૉલિવુડ ઍક્ટર અજય દેવગણે સોમવાર, 12 જુલાઈના રોજ પોતાની અપકમિંગ ફિલ્મ 'ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા'નું ટ્રેલર રિલીઝ કર્યું છે. મીડિયામાં વીડિયો શૅર કરીને અજયે કહ્યું હતું, 'જ્યારે બહાદુરી તમારું કવચ બની જાય તો દરેક ડગલું તમને જીત તરફ લઈ જાય છે. ટ્રેલરમાં જબરજસ્ત ઍક્શન, શાનદાર સંવાદો તથા ફાઇટ સીન્સ છે. દરેક પાત્રે દમદાર પર્ફોર્મન્સ આપ્યું છે. મિસાઇલ લૉન્ચથી લઈને વૉરશિપ પર હુમલા સુધી, ફિલ્મમાં ઘણી જ ઍક્શન સિક્વન્સ જોવા મળે છે. ડિરેક્ટર અભિષેક દુધૈયાએ ફિલ્મને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મની કહાની સ્ક્વોડ્રન લીડર વિજયની આજુબાજુ ફરે છે, જે 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં ભુજ ઍરપૉર્ટના ઇન્ચાર્જ હતા. વિજય અને તેની ટીમે મહિલાઓની સહાયતાથી ભુજમાં નષ્ટ થઈ ગયેલા IAF ઍરબેઝનું ઓછા સમયમાં પુનર્નિર્માણ કર્યું હતું. મહત્વનું છે કે આ હુમલામાં ઍરબેઝ નષ્ટ થઈ ગયું હતું, જેને વિજયે 300 મહિલાઓની મદદથી પુનર્નિમાણ કર્યું હતું. તેને ભારતની પર્લ હોર્બર મોમેન્ટ કહેવામાં આવી છે.

મુંબઈમાં કોરોનાના કેસમાં વધારો, બૉલિવુડના આ એક્ટરનું બિલ્ડિંગ થયું સીલ, જાણો વિગત

મહત્વનું છે કે ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા 13 ઑગસ્ટે OTT પ્લૅટફૉર્મ ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થશે. ફિલ્મમાં અજય દેવગણ, સંજય દત્ત, એમી વિર્ક, સોનાક્ષી સિન્હા, શરદ કેલકર અને નોરા ફતેહી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

 

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version