ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑગસ્ટ, 2021
શનિવાર
‘ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’ ફિલ્મ રિલીઝ ના ખાસ પ્રસંગે બોલિવુડ અભિનેતા અજય દેવગણે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી છે.
અજય દેવગણે આ મુલાકાત દરમિયાન તેમની ફિલ્મના કેટલાંક સીન રાજનાથ સિંહને બતાવ્યા હતા.
આ વિશેની માહિતી અભિનેતાએ દેશના સંરક્ષણ મંત્રી સાથેની ખાસ મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરીને આપી છે.
તસવીર શેર કરતાં અજય દેવગણે લખ્યું, ‘સન્માનની વાત છે કે હું ઇન્ડિયાના ડિફેન્સ મિનિસ્ટર શ્રી રાજનાથ સિંહજીને મળ્યો. તેમણે ‘ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’નાં કેટલાંક સીન જોયાં છે. ૫૦ વર્ષ પહેલાં પાકિસ્તાન સામે ભારતની જીતને લોકો સામે રજૂ કરવા મારા માટે આ સારું પ્લૅટફૉર્મ રહ્યું છે. જય હિન્દ.’