Site icon

સલમાન-શાહરુખ સાથેની મિત્રતા પર ખુલીને બોલ્યો અજય દેવગન, ટ્રોલ વિશે કહી આ મોટી વાત

અજય દેવગન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘ભોલા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 30 માર્ચે રિલીઝ થવાની છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં અજયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર્સ સાથેના પોતાના બોન્ડિંગ વિશે વાત કરી હતી.

ajay devgn talks about friendship with salman khan shahrukh khan

સલમાન-શાહરુખ સાથેની મિત્રતા પર ખુલીને બોલ્યો અજય દેવગન, ટ્રોલ વિશે કહી આ મોટી વાત

News Continuous Bureau | Mumbai

અજય દેવગન ને જ્યારે  પૂછવામાં આવ્યું કે તેણે અન્ય બોલિવૂડ સ્ટાર્સ સાથેની મિત્રતામાં દુશ્મનાવટ કેવી રીતે આવવા દીધી નથી? આ સવાલનો જવાબ આપતાં અભિનેતાએ કહ્યું હતું કે, ‘અમે ભલે એકબીજાને વધુ ન મળીએ પરંતુ અમે વાત કરતા રહીએ છીએ. દરેક વ્યક્તિ એકબીજાથી માત્ર એક કૉલ દૂર છે.” જ્યારે જરૂર પડે ત્યારે અમે એકબીજાને ટેકો આપીએ છીએ. અક્ષય, સલમાન, શાહરૂખ, અભિષેક, અમિત જી, સુનીલ શેટ્ટી, સંજુ… અમે એકબીજા પર વિશ્વાસ કરીએ છીએ અને એકબીજાની પડખે ઊભા છીએ.’

Join Our WhatsApp Community

 

અજય દેવગને કરી સોશિયલ  મીડિયા ની નકારાત્મક વિશે વાત 

સોશિયલ મીડિયાની નકારાત્મકતા વિશે વાત કરતાં અજય દેવગને કહ્યું, ‘તમારા દર્શકોની થોડી ટકાવારી ટ્રોલ્સ બનાવે છે. સામાન્ય માણસોને ફિલ્મો અને ફિલ્મસ્ટાર્સની ચિંતા કરવા કરતા બીજી હજારો ચિંતાઓ હોય છે. તેઓ ટ્રેલર જોશે. અને જો તેઓને તે ગમશે, તો તેઓ કદાચ ફિલ્મ જોશે. અને ફિલ્મ જોયા પછી, તેઓ કદાચ તેમના મિત્રો અને પરિવાર સાથે તેની ચર્ચા કરશે. મને નથી લાગતું કે તેઓ કોઈપણ ટ્રેલર અથવા મૂવી વિશે ઑનલાઇન ટિપ્પણીઓ પોસ્ટ કરશે.મેં આસપાસ પૂછ્યું અને લોકોએ મને કહ્યું કે તેઓએ આવું ક્યારેય કર્યું નથી. તેથી, મને ખબર નથી કે કેટલી નકારાત્મકતા થાય છે. મેં તેને અવગણવાનું શીખી લીધું છે અને મારા બાળકોને પણ એમ કરવાનું કહ્યું છે.’

 

અજય દેવગન નું વર્ક ફ્રન્ટ 

નોંધપાત્ર વાત એ છે કે ‘દ્રશ્યમ 2’ની સફળતા બાદ અજય દેવગન ટૂંક સમયમાં ‘ભોલા’માં જોવા મળશે. તે તમિલ ફિલ્મ ‘કૈથી’ની સત્તાવાર રિમેક છે. તેનું નિર્દેશન પણ અજય જ કરી રહ્યો  છે. આ ફિલ્મમાં તબ્બુ ફરી એકવાર તેની સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Indian Idol 3 Winner Prashant Tamang Passes Away: પહાડોનો અવાજ શાંત થયો! પ્રશાંત તમાંગના નિધનથી દેશભરમાં શોક, પત્નીએ ખોલ્યું સિંગરના અચાનક વિદાયનું રહસ્ય
Toxic: યશની ‘ટોક્સિક’ ના ટીઝરથી મચ્યો હંગામો! બોલ્ડ સીન્સ જોઈ મહિલાઓ લાલઘૂમ, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો
Exit mobile version