Site icon

Ajmer 92 : અજમેર 92 ટ્રેલરઃ 250 છોકરીઓ પર બળાત્કાર અને બ્લેકમેઇલિંગ… ‘અજમેર 92’ની હૃદયદ્રાવક વાર્તા, દરેક દ્રશ્ય છે ભયાનક, જુઓ ટ્રેલર

અજમેર 92નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં 250 છોકરીઓની કરુણ કહાની છે. એક પત્રકાર સત્યને ઉજાગર કરવાનું નક્કી કરે છે જેથી છોકરીઓને મદદ કરી શકાય.

ajmer 92 trailer released 250- young girls who become victims of rape and then blackmailing

ajmer 92 trailer released 250- young girls who become victims of rape and then blackmailing

News Continuous Bureau | Mumbai

Ajmer 92 : ફિલ્મ અજમેર 92નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ યુવાન છોકરીઓના જૂથની આસપાસ કેન્દ્રિત છે જેઓ શહેરના કેટલાક શક્તિશાળી પુરુષો દ્વારા યૌન ઉત્પીડિત કરવામાં આવે છે. તેમની સાથે ઘૃણાસ્પદ કૃત્યો થયા છે. વાર્તામાં મોટો વળાંક ત્યારે આવે છે જ્યારે એક પત્રકાર કેસ પાછળનું સત્ય ઉજાગર કરવા આગળ આવે છે. પત્રકાર તેની હિંમત અને પ્રયત્નોથી તે છોકરીઓને આશા આપે છે કે તેમને ન્યાય મળશે. ટ્રેલરમાં બળાત્કાર અને બ્લેકમેલિંગનો સામનો કરતી છોકરીઓની હૃદયદ્રાવક વાર્તા દર્શાવવામાં આવી છે.

Join Our WhatsApp Community

અજમેર 92 નું ટ્રેલર થયું રિલીઝ

ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે રાજસ્થાનના અજમેર શહેરમાં લગભગ 30 વર્ષ પહેલા એક ઘટનાએ સનસનાટી મચાવી હતી. ટ્રેલર મુજબ, અજમેરના કેટલાક લોકો 250 છોકરીઓને બ્લેકમેઈલ કરીને તેમની સાથે બળાત્કાર કરે છે. આ સાથે તે યુવતીઓની નગ્ન તસવીરો પણ લેવામાં આવી હતી. છોકરીઓ સાથે સતત બનતી ઘટનાઓને કારણે તેઓ આત્મહત્યા કરવા લાગે છે. તે જ સમયે, સત્યને સામે લાવવા માટે, પત્રકારનો વિરોધ કરવામાં આવે છે અને ધમકીઓ આપવામાં આવે છે. ફિલ્મનું ટ્રેલર જોઈને લોકોના હોશ ઉડી ગયા છે.

આ સમાચાર પણ વાંચો: Abhishek Bachchan : રાજકારણમાં આવવાના સમાચાર પર અભિષેક બચ્ચને તોડ્યું મૌન, રાજનીતિ વિશે કહી આ વાત

સત્ય ઘટના પર આધારિત છે અજમેર 92 ની વાર્તા

ફિલ્મની વાર્તા 1992માં અજમેરમાં બનેલી ઘટના પર આધારિત છે. આ વર્ષે શહેરની કોલેજ અને સ્કૂલની છોકરીઓ સાથે વારંવાર બળાત્કારની ઘટનાઓ બની હતી, જેના કારણે ત્યાંની છોકરીઓએ જીવ ગુમાવ્યો હતો. તેની સાથે 250 જેટલી યુવતીઓ સાથે પણ આવું બન્યું હતું. યુવતીઓના નગ્ન ફોટા પણ પડાવવામાં આવ્યા હતા, જેના કારણે તેમને બ્લેકમેલ કરવામાં આવી હતી. આ મામલો સામે આવ્યા બાદ ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. જો કે આજે પણ આ કેસમાં અનેક ધરપકડો બાકી છે. આ અપરાધ કરનારા લોકો છૂટથી ફરે છે. સાથે સાથે ઘણા મોટા અને રાજકીય લોકો આ સમગ્ર મામલો સામે આવતા અટકાવે છે.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version