Site icon News Continuous Bureau | Mumbai

Akshara singh death threat: શાહરુખ-સલમાન બાદ હવે ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ ને મળી મારી નાખવાની ધમકી, કરી અધધ આટલા લાખ ની ખંડણી ની માંગ

Akshara singh death threat: ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ ને મારી નાખવાની ધમકી મળી છે. આ સાથે અભિનેત્રી પાસે ખંડણી ની પણ માંગ કરવામાં આવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

akshara singh received death threat demanded rs 50 lakh in two days

akshara singh received death threat demanded rs 50 lakh in two days

News Continuous Bureau | Mumbai

Akshara singh death threat: ભોજપુરી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અક્ષરા સિંહ ને મારી નાખવાની ધમકી મળી છે. અક્ષરા ને અજાણ્યા નંબર પરથી ધમકી આપતો કોલ આવ્યો હતો. ફોન કરનારે કથિત રીતે તેની સાથે ગેરવર્તણૂક કરી હતી અને 50 લાખ રૂપિયાની ખંડણી પણ માંગી હતી. ધમકીભર્યો કોલ આવ્યા બાદ અક્ષરા એ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rupali ganguly: રૂપાલી ની સાવકી દીકરી ઈશા વર્મા એ તેના પિતા પર અશ્વિન પર લગાવ્યા ગંભીર આરોપ,ભાવુક વિડીયો શેર કરી કહી આવી વાત

અક્ષરા સિંહ ને મળી ધમકી 

પોલીસ ને નોંધાવેલી ફરિયાદ માં અભિનેત્રી એ જણાવ્યું કે, 11મી નવેમ્બરની મોડી રાત્રે 12.20 કે 12.21ની આસપાસ બે અલગ-અલગ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન ઉપાડતા જ લોકોએ તેની સાથે દુર્વ્યવહાર શરૂ કરી દીધો હતો. આ સિવાય અક્ષરા ને ફોન પર ધમકી આપવામાં આવી હતી અને કહ્યું હતું કે જો બે દિવસમાં 50 લાખની ખંડણી નહીં ચૂકવવામાં આવે તો તેની હત્યા કરી દેવામાં આવશે.


પોલીસ સ્ટેશનના વડા ના જણાવ્યા અનુસાર તેમને અક્ષરા સિંહે ખંડણી અને હત્યાની ધમકીની ફરિયાદ કરતી અરજી દાખલ કરી છે. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં ફોન કરનારને પકડી લેવામાં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version