Site icon News Continuous Bureau | Mumbai

Jolly LLB 3: કાનૂની દાવપેચ માં ફસાઈ ‘જોલી એલએલબી 3’, આ મામલે અક્ષય કુમાર અને અર્શદ વારસીને કોર્ટે પાઠવી નોટિસ

Jolly LLB 3: ‘જોલી એલએલબી 3’ ન્યાયવ્યવસ્થા નું અપમાન અને કાનૂની વ્યવસાયની મજાક ઉડાવવાના આરોપ સાથે વિવાદમાં આવી છે.

Akshay Kumar and Arshad Warsi Receive Court Notice Over Jolly LLB 3

Akshay Kumar and Arshad Warsi Receive Court Notice Over Jolly LLB 3

News Continuous Bureau | Mumbai

Jolly LLB 3: અક્ષય કુમાર અને અર્શદ વારસી અભિનીત ‘જોલી એલએલબી 3’ (Jolly LLB 3) ફિલ્મ રિલીઝ પહેલા જ કાનૂની વિવાદમાં ફસાઈ ગઈ છે. પુણેની સિવિલ કોર્ટે બંને અભિનેતાઓને નોટિસ પાઠવી છે. ફરિયાદ મુજબ, ફિલ્મમાં ન્યાયવ્યવસ્થાની છબીને નુકસાન પહોંચાડે એવા સંવાદો અને દૃશ્યો દર્શાવવામાં આવ્યા છે. વકીલ વજીદ ખાન બિદકર અને ગણેશ મહાસ્કે દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં જણાવાયું છે કે ફિલ્મમાં જજને “મામૂ” કહી સંબોધવામાં આવ્યો છે, જે ન્યાયિક વ્યવસ્થાનું અપમાન છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Karishma Kapoor: શું સંજય કપૂરની મિલકતમાં કરિશ્મા કપૂરના બાળકોનો રહેશે હક્ક?બહેન મંધીરાએ આપી સ્પષ્ટતા

ફિલ્મના સંવાદો પર ઉઠ્યા પ્રશ્ન

ફરિયાદકર્તાઓના જણાવ્યા મુજબ, ફિલ્મમાં કોર્ટ અને કાનૂન જેવી ગંભીર સંસ્થાઓને હળવાશથી રજૂ કરવામાં આવી છે. આ પ્રકારના દૃશ્યો અને સંવાદો ન્યાયવ્યવસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. ફિલ્મના નિર્માતાઓએ હજી સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.12મા જુનિયર સિવિલ જજ દ્વારા આ મામલાને ગંભીરતાથી લઈ અક્ષય કુમાર અને અર્શદ વારસી સહિત ફિલ્મની ટીમને નોટિસ પાઠવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે 28 ઓગસ્ટ 2025ના રોજ બંનેને હાજર થવું પડશે. ત્યારબાદ જ નક્કી થશે કે ફિલ્મની રિલીઝ અટકાવવામાં આવશે કે નહીં.


જોલી એલએલબી 3’નું દિગ્દર્શન સુભાષ કપૂર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ફિલ્મ 19 સપ્ટેમ્બર 2025ના રોજ રિલીઝ થવાની છે. દર્શકોમાં ફિલ્મ માટે ઉત્સાહ છે, પરંતુ કાનૂની વિવાદ ના કારણે રિલીઝ પર સંશય ઊભો થયો છે. ફિલ્મમાં બંને અભિનેતાઓ વકીલની ભૂમિકા નિભાવી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version