Site icon News Continuous Bureau | Mumbai

OMG 3: ૨૮ વર્ષનો ઈન્તઝાર અને એક મોટી જાહેરાત! ‘OMG 3’ માં અક્ષય કુમાર સાથે આ દિગ્ગજ અભિનેત્રી મચાવશે ધમાલ

OMG 3: ‘ઓહ માય ગોડ’ની ત્રીજી કડીમાં રાની મુખર્જીની એન્ટ્રી; 2026ના મધ્યમાં શરૂ થશે શૂટિંગ, જાણો આ વખતે શું હશે ખાસ.

Akshay Kumar and Rani Mukerji to share screen for the first time in OMG 3

Akshay Kumar and Rani Mukerji to share screen for the first time in OMG 3

News Continuous Bureau | Mumbai

OMG 3: અક્ષય કુમારની સૌથી પસંદગીની ફ્રેન્ચાઈઝી ‘ઓહ માય ગોડ’ (OMG) હવે તેના ત્રીજા ભાગ સાથે પરત ફરી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ બંને સુપરસ્ટાર્સે 90ના દાયકાથી અનેક હિટ ફિલ્મો આપી છે, પરંતુ ક્યારેય એક જ ફ્રેમમાં દેખાયા નથી. રાનીમુખર્જીના જોડાવાથી ફિલ્મની વાર્તામાં એક નવી તાજગી અને મજબૂતી આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anupamaa Spoiler: ‘અનુપમા’માંથી આ લોકપ્રિય અભિનેત્રીની રાતોરાત એક્ઝિટ: નવા વર્ષે શોમાં આવશે મોટો ભૂકંપ; જાણો શું છે મેકર્સનો પ્લાન

ક્યારે શરૂ થશે OMG 3 નું શૂટિંગ?

ફિલ્મનું પ્રી-પ્રોડક્શન કામ અત્યારે જોરશોરથી ચાલી રહ્યું છે. રિપોર્ટ્સ મુજબ, ફિલ્મ 2026ના મધ્યમાં ફ્લોર પર જશે. અક્ષય કુમારે પહેલા જ સ્પષ્ટ કર્યું હતું કે OMG 3 માં ઈમોશન, પરફોર્મન્સ અને વાર્તાનું સ્તર પહેલાના બે ભાગ કરતા ઘણું ઊંચું હશે. ડિરેક્ટર અમિત રાયે એક એવી સ્ક્રિપ્ટ તૈયાર કરી છે જે દર્શકોને સીધી સ્પર્શી જશે.OMG ફ્રેન્ચાઈઝી હંમેશા સામાજિક અને ધાર્મિક મુદ્દાઓને સ્પર્શતી રહી છે.પાર્ટ 1 માં કાનજીલાલ ની દુકાન અને ભગવાન વિરુદ્ધ કોર્ટ કેસની વાર્તા હતી.પાર્ટ 2 માં પંકજ ત્રિપાઠી અને સેક્સ એજ્યુકેશન જેવા ગંભીર વિષય પર આધારિત હતી. હવે ત્રીજા ભાગમાં રાની મુખર્જી અને અક્ષય કુમાર કયા નવા વિષય સાથે આવશે તે જોવું રસપ્રદ રહેશે.


રાની મુખર્જીની ગણતરી બોલિવૂડની સૌથી પાવરફુલ એક્ટ્રેસમાં થાય છે. 28 વર્ષના કરિયરમાં પહેલીવાર ‘ખેલાડી કુમાર’ સાથે તેની જોડી જામશે, જે ફિલ્મને બોક્સ ઓફિસ પર એક અલગ સ્તર પર લઈ જઈ શકે છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર આવતા જ ફેન્સ પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Toxic Box Office યશની ‘ટોક્સિક’નું તુફાની ઓપનિંગ દુનિયાભરમાં કરી બમ્પર કમાણી, તોડી નાખ્યા તમામ જૂના રેકોર્ડ્સ!
Akshaye Khanna Mahakali Shukracharya Look ‘મહાકાલી’માં અક્ષય ખન્નાનો ખતરનાક લુક ‘શુક્રાચાર્ય’ અવતાર જોઈ પ્રભાસ અને ઋષભ શેટ્ટી પણ ચોંકી ગયા!
Toxic Hindi Version CBFC Cuts યશની ફિલ્મ ‘ટોક્સિક’ના હિન્દી વર્ઝન પર સેન્સર બોર્ડની કાતર અપશબ્દો અને આ સીન્સમાં કરાયા મોટા ફેરફાર!
Jeevan Bheema Yojana Trailer અરશદ વારસીની ફિલ્મ ‘જીવન ભીમા યોજના’નું ટ્રેલર રિલીઝ દર્શકોને મળશે ભરપૂર કોમેડીનો ડોઝ!
Exit mobile version