Site icon

પાન મસાલાની જાહેરાત પર ટ્રોલ થયેલા અક્ષય કુમારે ચાહકોની માંગી માફી, કરી આ મોટી જાહેરાત

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) ઘણીવાર પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે. અભિનેતા ફિલ્મ ઉદ્યોગ નો  એકમાત્ર એવો અભિનેતા છે જે વધુમાં વધુ ફિલ્મો રજૂ કરે છે. છેલ્લા ઘણા દિવસોથી અભિનેતા ફરી સોશિયલ મીડિયા (Social media) પર છવાયેલો છે. પરંતુ આ વખતે તેની ચર્ચાનું કારણ કોઈ ફિલ્મ નહીં પરંતુ અભિનેતાની જાહેરાત છે. ખરેખર, બોલિવૂડનો ખિલાડી કુમાર તાજેતરમાં પાન મસાલામાં  (Pan masala)જોવા મળ્યો હતો, જે પછી તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Community

સતત લોકોની ટીકાનો સામનો કરી રહેલા અભિનેતાએ હવે આ મામલે પ્રતિક્રિયા આપી છે. અક્ષયે  (Akshay Kumar) હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ(Social media) પર એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટ શેર કરતી વખતે, અભિનેતાએ તેના ચાહકોની માત્ર માફી જ નથી માંગી પરંતુ એક મોટી જાહેરાત પણ કરી છે. અભિનેતાએ હવે જાહેરાત છોડવાનું મન બનાવી લીધું છે. તેણે જાહેરાત કરી કે તે હવે આ પાન મસાલા બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર (Brand ambesedor) રહેશે નહીં.પોતાના ઓફિશિયલ ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરતા તેણે લખ્યું, “મને માફ કરજો. હું મારા તમામ ચાહકો અને શુભેચ્છકોની માફી માંગવા(apologizes) માંગુ છું. તમારા પ્રતિભાવો જે છેલ્લા કેટલાક દિવસોમાં સપાટી પર આવ્યા છે તે મને ખૂબ પ્રભાવિત કર્યા છે. મેં ક્યારેય તમાકુનું સમર્થન કર્યું નથી અને ક્યારેય કરીશ પણ નહીં. હું આ બ્રાન્ડ સાથેના મારા જોડાણ અંગે તમારી લાગણીઓને માન આપું છું, તેથી હું સંપૂર્ણ નમ્રતા સાથે પાછી ખેંચું છું.અભિનેતાએ આગળ લખ્યું, "મેં નક્કી કર્યું છે કે હું જાહેરાત માટે મળેલી ફીનો ઉપયોગ સારા હેતુ માટે કરીશ. બ્રાન્ડ, (brand) જો તે ઈચ્છે તો, તેના કરારની કાનૂની મુદત પૂરી ન થાય ત્યાં સુધી આ જાહેરાતનું પ્રસારણ કરવાનું ચાલુ રાખી શકે છે. પરંતુ હું વચન આપું છું કે ભવિષ્યમાં હું સમજદારીપૂર્વક વિકલ્પો પસંદ કરીશ. બદલામાં, હું હંમેશા તમારા પ્રેમ અને પ્રાર્થના માંગતો રહીશ.

આ સમાચાર પણ વાંચો : લવ બર્ડ્સ રણબીર-આલિયા કપૂરના લગ્નમાં પત્ની શ્લોકા સાથે હાજર રહ્યો આકાશ અંબાણી, રોયલ લુકમાં જોવા મળ્યું કપલ; જુઓ તસવીરો.. 

નોંધનીય છે કે અક્ષય કુમારની(Akshay kumar) આ જાહેરાત તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવી હતી. સામે આવેલી આ જાહેરાતમાં અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan) અને અજય દેવગન (Ajay devgan) આ જાહેરાતમાં અક્ષય કુમારનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. આ પહેલીવાર હતું જ્યારે બોલિવૂડના ત્રણ મોટા કલાકારો એક એડમાં સાથે આવ્યા હતા. અજય દેવગન આ પહેલા પણ ઘણી પાન મસાલા બ્રાન્ડ (Pan masala brand) ની જાહેરાત (advertisement) માં દેખાઈ ચુક્યો છે. આ જાહેરાતમાં શાહરૂખ ખાન પણ દેખાયો ત્યારે બહુ હંગામો થયો ન હતો. પરંતુ આ એડમાં અક્ષય આવતા જ લોકોએ તેની આકરી ટીકા કરી અને તેને ટ્રોલ કર્યો.

Hansika Motwani: હંસિકા મોટવાણી અને તેની માતા ની મુશ્કેલી વધી, અભિનેત્રી ની પૂર્વ ભાભી એ બંને પર લગાવ્યા આવા ગંભીર આરોપ
Taarak Mehta Ka Ooltah Chashmah : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ પૂર્ણ કર્યા 4500 એપિસોડ, વિવાદો વચ્ચે પણ શો ની યાત્રા યથાવત
Aryan Khan: ‘બેડસ ઓફ બોલીવૂડ’ સિરીઝ થી આર્યન ખાને ડાયરેકશન ની સાથે સાથે આ ક્ષેત્ર માં પણ કર્યું ડેબ્યુ
Two Much Teaser : ‘કોફી વિથ કરણ’ ને ટક્કર આપવા આવી રહ્યો છે ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’, શો નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ
Exit mobile version