News Continuous Bureau | Mumbai
Akshay kumar: બોલિવૂડ સ્ટાર્સ અભિનય ઉપરાંત બીજા ઘણા બિઝનેસ સાથે જોડાયેલા છે. કોઈ ફૂડ ના બિઝનેસ માં છે તો કોઈની કોસ્મેટિક બ્રાન્ડ છે. આ ઉપરાંત એવા ઘણા સ્ટાર્સ છે જેઓ સ્પોર્ટ્સ અને ખાસ કરીને ક્રિકેટના મોટા ફેન છે. છેલ્લા ઘણા વર્ષોથી અલગ-અલગ બિઝનેસમાં હાથ અજમાવી રહેલા આ બોલિવૂડ સેલેબ્સનો ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો એટલો વધી ગયો છે કે આ સ્ટાર્સે પણ ક્રિકેટમાં રોકાણ કર્યું છે.જેમાં શાહરુખ ખાન, પ્રીતિ ઝિન્ટા, જુહી ચાવલા સામેલ છે હવે અક્ષય કુમાર પણ તેમાં જોડાઈ ચુક્યો છે.
અક્ષય કુમારે ખરીદી ક્રિકેટ ટિમ
બોલિવૂડના ખિલાડી કુમાર તરીકે જાણીતા અક્ષય કુમારે તાજેતરમાં જાહેરાત કરી છે કે તેણે એક ક્રિકેટ ટીમ પણ ખરીદી છે. અક્ષય કુમારે ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) T10 ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રીનગરની ટીમ ખરીદી છે. પોતાના નવા સહયોગ વિશે વાત કરતાં અક્ષયે કહ્યું, ‘હું ISPL અને શ્રીનગરની ટીમનો ભાગ બનીને રોમાંચિત છું. આ ટૂર્નામેન્ટ ક્રિકેટની દુનિયામાં ગેમ-ચેન્જર બનવાનું વચન આપે છે અને હું આ અનોખા રમતગમતના પ્રયાસમાં મોખરે રહેવા માટે ઉત્સુક છું.” અક્ષય કુમારે પોતે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ક્રિકેટ ટીમના માલિક બનવાના નિર્ણયની જાહેરાત કરી છે.
તમને જણાવી દઈએ કે આ મેચ 2 માર્ચથી રમાવા જઇ રહી છે. અક્ષય કુમાર સ્પોર્ટસ અને માર્શલ આર્ટ સાથે ઉંડો લગાવ ધરાવે છે. આ અગાઉ અક્ષય કુમાર કબડ્ડી ટીમ નો માલિક રહી ચુક્યો છે.
આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: અમિતાભ બચ્ચન ના ફેન્સ ને મળ્યું સરપ્રાઈઝ, ઘરના આ સદસ્ય સાથે ચાહકો ને મળ્યા બિગ બી