Site icon

ડિઝ્ની હોટસ્ટાર પર અક્ષયની નવી ફિલ્મ ‘અતરંગી રે’ રિલીઝ થશે, આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પરની અત્યાર સુધીની મોંઘી ફિલ્મ

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

શુક્રવાર.

ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થનારી સૌથી મોંઘી ફિલ્મ પણ અક્ષયની જ 'અતંરગી રે' છે. અક્ષયની 'સૂર્યવંશી' સુપરહિટ થઈ ગઈ છે થિયેટરમાં 'સૂર્યવંશી'ની ધમાકેદાર કમાણી બાદ (ઓવર ધ ટોપ) પર પણ અક્ષય કુમાર ખિલાડી સાબિત થયો છે. ૨૪  ડિસેમ્બરે ડિઝ્ની હોટસ્ટાર પર અક્ષયની નવી ફિલ્મ 'અતરંગી રે' રિલીઝ થવાની છે. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પરની અત્યાર સુધીની મોંઘી ફિલ્મ છે. આ ફિલ્મને હોટસ્ટારે ૨૦૦ કરોડમાં ખરીદી છે. 'અતરંગી'  સાથે થયેલી ડીલથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે થિયેટર ખુલ્યા બાદ ડિજિટલ પ્લેટફોર્મ્સ યુઝર્સને આકર્ષવા માટે મોં માગી કિંમત ચૂકવવા તૈયાર છે. 'અતરંગી'  રિલીઝ પહેલાં જ ૨૦૦ કરોડ બોક્સ ઓફિસ ક્લબમાં સામેલ થઈ છે. ફિલ્મનું બજેટ ૧૨૦ કરોડ રૂપિયા છે અને ફિલ્મ ૨૦૦ કરોડમાં વેચાઈ છે. એટલે ફિલ્મે ચોખ્ખો ૮૦ કરોડનો નફો કર્યો છે. સલમાનની 'અંતિમ' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની હતી, પરંતુ થિયેટર ખુલ્યા બાદ સલમાને નિર્ણય બદલ્યો અને હવે તે થિયેટરમાં રિલીઝ થશે. 'અતરંગી' માટે પણ પહેલેથી જ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ નિર્ણય બદલવો અશક્ય હતો.

'સૂર્યવંશી'એ બોક્સ ઓફિસ પર એ વાત સાબિત કરી કે અક્ષય કુમાર સેલેબલ તથા વિશ્વાસપાત્ર એક્ટર છે અને છતાંય 'અતરંગી'ને મેકર્સે થિયેટરમાં રિલીઝ કરી નહીં. આ વાત એ તરફ ઈશારો કરે છે કે થિયેટર ખુલ્યા બાદ ફિલ્મ બિઝનેસમાં ડિજિટલ પ્લેટફોર્મનો આગવો દબદબો બતાવે છે. ફિલ્મ પ્રોડ્યૂસર તથા ટ્રેડ એનલિસ્ટ ગિરીશ જૌહરે કહ્યું હતું કે 'અતરંગી રે' કોઈ પણ ડેટ પર રિલીઝ થતી તો નાની-મોટી ફિલ્મ જગ્યા કરી જ આપત. જોકે, મેકર્સે ડિજિટલ પ્લેટફોર્મની પસંદગી કરી, એનો અર્થ એ કે તેમને અહીંયા વધુ નફો મળે છે. ડિજિટલ પ્લેટફોર્મ પર હવે વધુ અગ્રેસિવ રીતે ફિલ્મની ખરીદી થશે. ફિલ્મનું સિલેક્શન સતર્ક રીતે કરશે. નવા વ્યૂઝર્સ મળે અને હાલના યુઝર્સને જાળવી રાખે તે માટે મોટી ફિલ્મની ખરીદી થતી રહેશે. ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂશન એન્ડ માર્કેટિંગ કંપની પર્સેપ્ટ પિક્ચર્સના બિઝનેસ હેડ યુસુફ શેખે કહ્યું હતું કે ક્રિસમસની રજામાં ચાહકોને એન્ગેજ રાખવા માટે આ એક પ્રાઇઝ કેચ છે. બિગ સ્ટાર્સની ફિલ્મ માટે યુઝર્સ સબસ્ક્રિપ્શન લે તે વાત મહત્ત્વની છે. આગામી દિવસમાં ડિજિટલ પ્લેટફોર્મ એગ્રેસિવ ડીલ્સ કરશે. છેલ્લાં બે વર્ષમાં ડિજિટલ પ્લેટફોર્મ તથા થિયેટર રિલીઝના દરેક મહત્ત્વની ક્ષણ સાથે અક્ષય કુમાર જોડાયેલો છે. ૨૦૨૦માં અક્ષયની 'લક્ષ્મી' ડિજિટલ પ્લેટફોર્મ પર આવનારી પહેલી સૌથી મોટી ફિલ્મ હતી. તે સમયે ડિજિટલ પ્લેટફોર્મ પર આવવું મજબૂરી હતી, કારણ કે થિયેટર બંધ હતા. આ વર્ષે થિયેટર ઓપન થયા ત્યારે અક્ષયની જ ફિલ્મ 'બેલબોટમ' સૌ પહેલાં રિલીઝ થઈ હતી. થિયેટર બિઝનેસ રિવાઇવ કરનારી પહેલી ફિલ્મ પણ અક્ષયની 'સૂર્યવંશી' જ બની થિયેટર શરૂ થયા બાદ

ભ્રષ્ટાચાર નાબુદી પર લોકો ની આકર્ષતી જ્હોન અબ્રાહમની ફિલ્મ 'સત્યમેવ જયતે ૨'

. બીજી બાજુ આનંદ એલ રાય કમર્શિયલ સક્સેસની રાહમાં છે. તેમની ફિલ્મ 'ઝીરો' સુપરડુપર ફ્લોપ રહી હતી. આ ફિલ્મમાં શાહરુખ, કેટરીના તથા અનુષ્કા હોવા છતાંય ફિલ્મ હિટ થઈ શકી નહોતી. ડિસ્ટ્રીબ્યૂટર અક્ષય રાઠીએ કહ્યું હતું કે થિયેટર સંચાલકની રીતે તે એમ જ ઈચ્છશે કે અક્ષય કુમાર જેવા સ્ટાર તથા આનંદ એલ રાય જેવા મેકરની ફિલ્મ થિયેટરમાં જ રિલીઝ થાય, પરંતુ દરેક ફિલ્મ મેકર માટે પોતાનું બિઝનેસ ડિસીઝન હોય છે. તેઓ મેકર્સના નિર્ણયનું સન્માન કરે છે. આગામી વર્ષમાં અનેક ફિલ્મ લાઇન અપ છે અને તેથી જ થિયેટરને ફિલ્મ મળતી રહેશે. જોવા જઈએ તો બની શકે કે ફિલ્મ બન્યા બાદ ખ્યાલ આવે કે આ ફિલ્મ થિયેટરના સ્કેલ પ્રમાણે બની નથી અને તેથી જ તેને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનું નક્કી થાય.

નોર્થ ઇન્ડિયાના ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર તથા એક્ઝિબિટર સંજય ઘાઈએ કહ્યું હતું કે ફિલ્મ રિલીઝ માટે હાલમાં સારી ડેટ્સ શોધવામાં અનેક મહિનાઓ થઈ શકે છે, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ પર સારી ડીલ મળે તો તરત જ નફો લીને પ્રોડ્યૂસર્સ પૈસા કમાવવાનું વિચારે છે. કન્ટેન્ટના હિસાબે એક્શન ફિલ્મ થિયેટરમાં બિઝનેસ કરતી હોય છે. 'સૂર્યવંશી' સારી ચાલી. 'સત્યમેવ જયતે ૨' પણ ચાલશે તેવી આશા છે. 'બંટી ઔર બબલી ૨' ના ચાલે, કારણ કે તેમાં એક્શન નહોતી. આ વાત કદાચ 'અતરંગી રે'ને લાગુ પડી શકે છે. નોર્થ ઇન્ડિયામાં અક્ષયના ઘણાં ચાહકો છે, પરંતુ અહીંયા તેને એક્શન હીરો તરીકે પસંદ કરવામાં આવે છે.

Abhishek Bachchan Emotional: લગ્નેતર સંબંધો પરની ફિલ્મ જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો અભિષેક બચ્ચન, કરણ જોહરે વર્ષો પછી શેર કર્યો આ કિસ્સો
Palaash Muchhal Controversy:મ્યુઝિક ડિરેક્ટર પલાશ મુચ્છલ પર લટકી ધરપકડની તલવાર? 40 લાખના ફ્રોડના આરોપથી ખળભળાટ; જાણો શું છે આખો મામલો
Salman-Aishwarya Hit Song Controversy: જે ગીત પર તમે વર્ષો સુધી ઝૂમ્યા, તે નીકળ્યું હોલીવુડની કોપી! સલમાન-ઐશ્વર્યાના ‘આઇકોનિક’ સોન્ગ પર લાગ્યો ધૂન ચોરીનો આરોપ
Who is Medha Rana: ‘બોર્ડર 2’ માં વરુણ ધવનની હિરોઈન તરીકે પસંદ થઈ મેધા રાણા; જાણો આ ગ્લેમરસ અભિનેત્રીનો રિયલ લાઈફ ‘ફૌજી’ પરિવાર સાથેનો સંબંધ
Exit mobile version