Site icon

Akshay kumar film mission raniganj: બોક્સ ઓફિસ પર ફુસ્સ પરંતુ ઓસ્કર માં ધૂમ મચાવશે અક્ષય કુમાર ની આ ફિલ્મ, જાણો વિગત

Akshay kumar film mission raniganj: અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન રાનીગંજ’ હાલમાં જ રિલીઝ થઇ છે. આ ફિલ્મ ને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. હવે આ ફિલ્મને લઈને મેકર્સે મોટો નિર્ણય લીધો છે, આ ફિલ્મને ઓસ્કાર માટે મોકલવામાં આવી છે.

akshay kumar film mission raniganj independently submitted for oscar

akshay kumar film mission raniganj independently submitted for oscar

News Continuous Bureau | Mumbai

Akshay kumar film mission raniganj: બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન રાનીગંજ’ રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં અક્ષય કુમારે રિયલ લાઈફ હીરો જસવંત સિંહની ભૂમિકા ભજવી છે. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ નથી બતાવી રહી, પરંતુ આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી ઘણી પ્રશંસા મળી રહી છે. આ દરમિયાન ‘મિશન રાનીગંજ’ ને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. આ ફિલ્મ ઓસ્કાર માટે મોકલવામાં આવી રહી છે. નિર્માતાઓએ તેને સ્વતંત્ર રીતે ઓસ્કાર માટે સબમિટ કરી છે. અગાઉ RRRના નિર્માતાઓએ પણ આવો જ નિર્ણય લીધો હતો.

Join Our WhatsApp Community

 

અક્ષય કુમાર ની ફિલ્મ મિશન રાનીગંજ ને ઓસ્કર માં મોકલવામાં આવી 

અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન રાનીગંજ‘ ઓસ્કાર 2024માં સ્વતંત્ર રીતે એન્ટ્રી કરવા જઈ રહી છે. RRRના નિર્માતાઓની જેમ ‘મિશન રાનીગંજ’ના ફિલ્મ નિર્માતાઓએ આ ફિલ્મને ઓસ્કાર 2024 માટે સબમિટ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ સ્વતંત્ર રીતે ઓસ્કાર માટે મોકલવામાં આવી છે. આ ફિલ્મ બેસ્ટ ફોરેન ફિલ્મ એવોર્ડ કેટેગરીમાં નહીં આવે. જો કે, ફિલ્મ માટે ઘણી વધુ શ્રેણીઓ ખુલ્લી છે.

આ સમાચાર પણ વાંચો : Akshay kumar: 20 વર્ષ પછી એક્સ ગર્લફ્રેન્ડ રવીના ટંડન સાથે કામ કરશે અક્ષય કુમાર, અભિનેત્રી વિશે ખિલાડી કુમારે કહી આ વાત

અક્ષય કુમાર ની ફિલ્મ મિશન રાનીગંજ ની વાર્તા 

આ ફિલ્મ જસવત સિંહ ગિલની વાર્તા છે. આ રિયલ લાઈફ હીરોની વાર્તા, જેને રાનીગંજ કોલસાની ખાણમાં ફસાયેલા 65 મજૂરોને કેવી રીતે બચાવ્યા, તે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.‘આ ફિલ્મ નું નિર્માણ વાશુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ અને અજય કપૂરે કર્યું છે. આ ફિલ્મના નિર્દેશનની જવાબદારી ટીનુ સુરેશ દેસાઈએ સંભાળી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર રિયલ લાઈફ હીરો જસવંત સિંહની ભૂમિકા ભજવતો જોવા મળી રહ્યો છે.

 

Haq Review:આત્મસન્માન અને અધિકારની લડત, યામી અને ઇમરાનનો શાનદાર અભિનય, જાણો હક નો રીવ્યુ
Vicky Kaushal: વિક્કી કૌશલનો ત્યાગ, આ પાત્ર ભજવવા છોડશે નોન-વેજ અને દારૂ, જાણો તે ફિલ્મ વિશે
Salman Khan: પાન મસાલાની જાહેરાત કરવી સલમાન ખાન ને પડી ભારે, કોટા કન્ઝ્યુમર કોર્ટ એ મોકલી નોટિસ, જાણો સમગ્ર મામલો
Amitabh Bachchan: અમિતાભ બચ્ચને અધધ આટલા કરોડ માં વેચ્યા બે લક્ઝરી એપાર્ટમેન્ટ, મળ્યું 47% રિટર્ન
Exit mobile version