Site icon

અક્ષય કુમારનો મોટો નિર્ણય, છોડી કેનેડાની નાગરિકતા, કહ્યું ‘મારા માટે ભારત જ બધું છે’

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે એક મોટી જાહેરાત કરી છે. તેની ફિલ્મ 'સેલ્ફી'ની રિલીઝના એક દિવસ પહેલા, અભિનેતાએ માહિતી આપી છે કે તે તેની કેનેડિયન નાગરિકતા છોડવા જઈ રહ્યો છે. આવો જાણીએ શું કહ્યું અભિનેતાએ.

akshay kumar gave canada citizenship says india everything me

અક્ષય કુમારનો મોટો નિર્ણય, છોડી કેનેડાની નાગરિકતા, કહ્યું 'મારા માટે ભારત જ બધું છે'

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે તેની કેનેડાની નાગરિકતા છોડવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં, દરેક ફિલ્મની રિલીઝ સમયે, અભિનેતાને કેનેડાની નાગરિકતા માટે ટ્રોલ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર તેને ખરી ખોટી સંભળાવવામાં આવે છે. આ જ કારણ છે કે હવે તેની ફિલ્મ ‘સેલ્ફી’ ની રિલીઝના એક દિવસ પહેલા, અભિનેતાએ માહિતી આપી છે કે તેણે ભારતીય પાસપોર્ટ માટે અરજી કરી છે અને તેની કેનેડિયન નાગરિકતા છોડી દેવાનો છે.

Join Our WhatsApp Community

 

કેમ લીધી હતી કેનેડા ની નાગરિકતા 

અક્ષય કુમારે એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “જ્યારે લોકો મારી નાગરિકતા પર સવાલ ઉઠાવે છે ત્યારે મને ખરાબ લાગે છે. તેઓ કેનેડાની નાગરિકતા લેવા પાછળનું કારણ જાણ્યા વિના મને ખરી ખોટી સંભળાવે છે. મારા માટે ભારત જ સર્વસ્વ છે… મેં જે કંઈ કમાવ્યું છે, મને જે પણ મળ્યું છે, તે અહીંથી જ મળ્યું છે અને હું ભાગ્યશાળી છું કે મને ભારતને પાછું આપવાનો મોકો મળી રહ્યો છે. જ્યારે લોકો કંઈપણ જાણ્યા વિના કંઈક કહે છે ત્યારે ખરાબ લાગે છે….”અક્ષય કુમાર ઉમેરે છે, “એક સમય એવો હતો જ્યારે મેં 15 થી વધુ ફ્લોપ ફિલ્મો આપી હતી. તે 1990ના દાયકાની વાત હતી. મારી ફિલ્મો ના નબળા બોક્સ ઓફિસ પર્ફોર્મન્સે મને કેનેડાની નાગરિકતા લેવા માટે પ્રેરિત કર્યો. ખરેખર, હું પરેશાન હતો. મારી ફિલ્મો ચાલતી નહતી અને કામ કરવાનું હતું. પછી હું સલાહ માટે મારા મિત્ર પાસે ગયો. મારો મિત્ર કેનેડામાં રહે છે. તેણે કહ્યું ‘અહીં આવ’. મેં નાગરિકતા માટે અરજી કરી અને મને નાગરિકતા મળી ગઈ.”

 

કેમ કેનેડા ના ગયો અક્ષય કુમાર 

અક્ષય કુમારે આગળ કહ્યું, “મારું નસીબ સારું હતું. 15 ફ્લોપ પછી બે ફિલ્મો સુપરહિટ થઈ. મારા મિત્રે કહ્યું, ‘પાછા જાઓ, ફરીથી કામ શરૂ કરો’. મને કેટલીક વધુ ફિલ્મો મળવા લાગી. હું ભૂલી ગયો કે મારો પાસપોર્ટ ક્યાંનો  છે? મેં આ વિશે ક્યારેય વિચાર્યું નથી. પણ હા] હવે મેં મારો પાસપોર્ટ બદલી માટે આપી દીધો છે.” તમને જણાવી દઈએ કે, આજે એટલે કે 24 ફેબ્રુઆરીએ અક્ષય કુમારની ફિલ્મ ‘સેલ્ફી’ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે ઈમરાન હાશ્મી પણ મહત્વના રોલમાં છે.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version