Site icon

‘સૂરરાય પોત્રુ’ ની હિન્દી રિમેકમાં થઈ આ બોલિવૂડ સુપરસ્ટાર ની એન્ટ્રી!! જાણો કોણ છે તે અભિનેતા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 જાન્યુઆરી 2022         

Join Our WhatsApp Community

સોમવાર

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી આજકાલ સાઉથની ઘણી ફિલ્મોની રિમેક બનાવી રહી છે. સાઉથના લગભગ તમામ મોટા સ્ટાર્સની ફિલ્મોની રિમેક આ દિવસોમાં ચર્ચામાં છે, જેમાં અલગ-અલગ હિન્દી કલાકારો જોવા મળશે. હવે આ યાદીમાં એક ફિલ્મનું નામ જોડાઈ રહ્યું છે.અમે વાત કરી રહ્યા છીએ એક્ટર સૂર્યા ની સુપરહિટ ફિલ્મ 'સૂરરાય પોત્રુ'ની જેમાં અભિનેતા અક્ષય કુમાર જોવા મળશે. અક્ષય કુમારના ખાતામાં ઘણી સાઉથ રિમેક છે, જેમાં સૂર્યા ની આ હિટ ફિલ્મ પણ જોડાઈ છે. એક પોર્ટલે તેના નવીનતમ અહેવાલમાં પુષ્ટિ કરી છે કે અક્ષય કુમારે સૂરરાય પોત્રુની હિન્દી રિમેક માટે લીલી ઝંડી આપી દીધી છે.

ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રએ પોર્ટલને માહિતી આપી છે કે, 'અક્ષય કુમાર છેલ્લા 6 મહિનાથી સૂરરાય પોત્રુની હિન્દી રિમેક માટે ચર્ચામાં હતો. તેણે ગયા વર્ષે જ મૌખિક રીતે આ ફિલ્મ સાઈન કરી હતી પરંતુ હવે તેણે તેને સત્તાવાર રીતે સ્વીકારી લીધી છે.ફિલ્મની હિન્દી પટકથા શાનદાર છે અને અક્ષય કુમારને તે ઘણી પસંદ આવી છે. ફિલ્મની વાર્તા ખૂબ જ પ્રેરણાદાયી છે, જેના માટે ખિલાડી કુમાર ખૂબ જ ઉત્સાહિત છે. સૂરરાય પોત્રુને દક્ષિણમાં દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. અક્ષય કુમારને આશા છે કે હિન્દી દર્શકોને આ ફિલ્મ ગમશે.

મહાભારતની 'દેવકી' એટલે કે શીલા શર્માની દીકરી છે, 'અનુપમા'ની આ અભિનેત્રી; જાણો વિગત

તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર હાલમાં બોલિવૂડમાં સૌથી વ્યસ્ત અભિનેતા છે. તેની પાસે એક-બે નહીં પરંતુ 8-10 ફિલ્મો છે, જેમાંથી કેટલીકની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે અને કેટલીકની જાહેરાત થવાની બાકી છે. અક્ષય કુમારે આ 8-9 ફિલ્મોમાંથી અડધી ફિલ્મ પૂરી કરી લીધી છે, જ્યારે કેટલીકનું શૂટિંગ બાકી છે. અક્ષય કુમારની ફિલ્મોએ કોરોના કાળમાં પણ સારો બિઝનેસ કર્યો છે, જેના કારણે નિર્માતાઓ તેના પર આંખ બંધ કરીને દાવ રમી રહ્યા છે. 

Dharmendra Discharged: ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા, પરિવારનું પહેલું નિવેદન, મીડિયાકર્મીઓને કરી આવી વિનંતી
Dharmendra: ધર્મેન્દ્રને દર મહિને સરકાર તરફથી મળે છે પેન્શન, જાણો કેમ મળે છે આ સુવિધા
Govinda Hospitalized: અચાનક બગડી અભિનેતા ગોવિંદાની તબિયત! તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા
Dharmendra Discharged: ‘હી-મેન’ ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ! હવે ઘરે જ થશે સારવાર, ચાહકોએ લીધો રાહતનો શ્વાસ.
Exit mobile version