Site icon

અક્ષય કુમાર ને શર્ટલેસ ડાન્સ કરવો પડ્યો ભારે, ચાહકો થયા નારાજ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અક્ષય કુમાર બધાની સામે શર્ટ ઉતારીને ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સામે આવતા જ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

Akshay Kumar had to dance shirtless

અક્ષય કુમાર ને શર્ટલેસ ડાન્સ કરવો પડ્યો ભારે, ચાહકો થયા નારાજ, જુઓ વીડિયો

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર એક યા બીજા કારણોસર ટ્રોલ થતો રહે છે. આ વખતે તે તેના ડાન્સને કારણે નેટીઝન્સના નિશાના પર આવી ગયો છે. એન્ટરટેઈનર્સ ટૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અક્ષય કુમાર મૌની રોય અને સોનમ બાજવા સાથે ફિલ્મ ‘ખિલાડી 786’ના ગીત ‘બલમા’ પર ડાન્સ કરતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર, નોરા ફતેહી, દિશા પટની, મૌની રોય, સોનમ બાજવા, જસલીન રોયલ, અપારશક્તિ ખુરાના અને સ્ટેબિન બેન એ એન્ટરટેઈનર્સ ટૂર દરમિયાન વિશ્વના ઘણા દેશોમાં પરફોર્મ કર્યું હતું. એટલું જ નહીં, સેલેબ્સે તેમના પરફોર્મન્સ દ્વારા ભારતીય સંસ્કૃતિને રજૂ કરી હતી.

Join Our WhatsApp Community

 

 અક્ષય કુમાર  થયો ટ્રોલ 

વાયરલ વીડિયોમાં અક્ષય કુમારને શર્ટલેસ જોઈને યુઝર્સ ગુસ્સે થઈ ગયા હતા. વીડિયો શેર કરતાં એક યુઝરે લખ્યું કે, આ ભારતીય સંસ્કૃતિ નથી. આ કેનેડિયન સંસ્કૃતિ છે. અન્ય એક યુઝરે લખ્યું કે, “તેઓ એવી હરકત કરે છે પછી રડે છે કે તેને એક પણ એવોર્ડ નથી આપતા”. ત્રીજા યુઝરે લખ્યું, “અક્ષય કુમાર પર શરમ આવે છે.” ચોથા યુઝરે લખ્યું, “આવી કઈ ટુર છે ભાઈ…. કોઈ બહાર આ રીતે ભારતીય સંસ્કૃતિ ને રિપ્રેઝન્ટ કરે?” જો કે આ દરમિયાન અક્ષય કુમારના ફેન્સે પણ તેનો બચાવ કર્યો હતો. એકે લખ્યું, “જો હું 59 વર્ષની ઉંમરે આટલો સારો દેખાતો હોત તો હું ભાગ્યે જ શર્ટ પહેરીશ.”

આ ફિલ્મોમાં જોવા મળશે અક્ષય કુમાર 

તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર ટૂંક સમયમાં ‘ઓહ માય ગોડ’ અને ‘કેપ્સુલ ગિલ’ના બીજા ભાગમાં જોવા મળશે. આ ઉપરાંત, તે ટૂંક સમયમાં જ સુર્યા શિવકુમારની 2020 માં રિલીઝ થયેલી સૂરરાય પોટ્ટુની રિમેકમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. જોકે મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. આ ફિલ્મ આ વર્ષે 1 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

Homebound OTT Release: ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ, ઘરે બેઠા જુઓ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની આ ફિલ્મ
Sonam Kapoor: બીજી વાર માતા બનશે સોનમ કપૂર,સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત
Ahaan Panday: અહાન પાંડેની એક્શન થ્રિલરમાં ‘નવો’ ખલનાયક? બોલિવૂડનો આ ધમાકેદાર એક્ટર કરશે વિલન તરીકે કમબેક!
The Family Man 3 OTT Release Time: ધ ફેમિલી મેન 3 ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? અહીં જાણો સંપૂર્ણ વિગતો
Exit mobile version