Site icon

Akshay kumar : સદગુરુએ જોઈ અક્ષય કુમારની ‘OMG2’, સોશિયલ મીડિયા પર આપ્યો ફિલ્મ નો રિવ્યુ, ખિલાડી કુમારે પણ આપી આવી પ્રતિક્રિયા

અભિનેતા અક્ષય કુમારે સદગુરુ માટે 'OMG 2'ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. સદગુરુએ એક વીડિયો શેર કરીને આ જાણકારી આપી હતી.ફિલ્મ જોયા બાદ તેણે તેનો રિવ્યુ પણ શેર કર્યો હતો.

akshay-kumar-held-a-special-screening-for-sadhguru-he-liked-the-film

akshay-kumar-held-a-special-screening-for-sadhguru-he-liked-the-film

News Continuous Bureau | Mumbai  

Akshay kumar : અક્ષય કુમારની ફિલ્મ ‘OMG 2‘ 11 ઓગસ્ટ ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ તેના વિષયને લઈને ચર્ચામાં છે. હાલમાં જ, અક્ષય કુમારે આધ્યાત્મિક નેતા અને ઈશા ફાઉન્ડેશનના સ્થાપક, સદગુરુ માટે વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. સદગુરુએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં અક્ષય કુમાર તેમની સાથે જોવા મળ્યો હતો. અભિનેતા કોઈમ્બતુરના ઈશા યોગા કેન્દ્ર પહોંચ્યો હતો. વીડિયોમાં બંને ફ્લાઈંગ ડિસ્ક સાથે રમતા જોવા મળે છે. સદગુરુએ ફિલ્મ જોયા બાદ તેમની પ્રતિક્રિયા આપી અને તેમને ‘OMG 2’ કેવી રીતે ગમી.

Join Our WhatsApp Community

OMG 2‘ ફિલ્મ જોયા બાદ સદગુરુ એ આપી પ્રતિક્રિયા

સદગુરુએ કહ્યું કે આ ફિલ્મ આજના યુવાનો માટે જરૂરી છે. તેણે લખ્યું, ‘નમસ્કારમ અક્ષય કુમાર, તમારું ઈશા યોગ કેન્દ્રમાં આવવું અને ઓહ માય ગોડ 2 વિશે જાણવું એ એક અદ્ભુત અનુભવ હતો. જો આપણે મહિલાઓની સુરક્ષા અને ગૌરવ પ્રત્યે સંવેદનશીલ સમાજ બનાવવા માંગતા હોય તો યુવાનોને તેમની શારીરિક જરૂરિયાતોનું સંચાલન કેવી રીતે કરવું તે શીખવવું જરૂરી છે. સમય આવી ગયો છે કે આપણી શિક્ષણ પ્રણાલીએ આપણા યુવાનો, તેમના શરીર, મન અને લાગણીઓની કાળજી લેવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. #OMG2

આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: એનસીપી સુપ્રીમો શરદ પવારની મોટી કાર્યવાહી, આ નેતાને NCPની કાર્યકારી સમિતિમાંથી હટાવ્યા.. જાણો શું છે સમગ્ર મામલો..

અક્ષય કુમારે સદગુરુના ટ્વીટ પર પ્રતિક્રિયા આપી. તેણે લખ્યું, ‘નમસ્કારમ સદગુરુ, ઈશા યોગ કેન્દ્રની મુલાકાત લેવી સન્માનની વાત હતી. અત્યાર સુધીના શ્રેષ્ઠ અનુભવોમાંનો એક હતો. OMG 2 જોવા અને તેના પર તમારા માહિતીપ્રદ પ્રતિભાવ બદલ આભાર. મારા અને મારી ટીમ માટે એ મોટી વાત છે કે તમને તે ગમ્યું અને અમારી મહેનતને આશીર્વાદ આપ્યા.

Homebound OTT Release: ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ, ઘરે બેઠા જુઓ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની આ ફિલ્મ
Sonam Kapoor: બીજી વાર માતા બનશે સોનમ કપૂર,સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત
Ahaan Panday: અહાન પાંડેની એક્શન થ્રિલરમાં ‘નવો’ ખલનાયક? બોલિવૂડનો આ ધમાકેદાર એક્ટર કરશે વિલન તરીકે કમબેક!
The Family Man 3 OTT Release Time: ધ ફેમિલી મેન 3 ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? અહીં જાણો સંપૂર્ણ વિગતો
Exit mobile version