ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
12 નવેમ્બર 2020
બોલીવુડ ખિલાડી અક્ષય કુમાર અને કિયારા અડવાણીની ફિલ્મ 'લક્ષ્મી ' ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ ગઈ છે. રિલીઝ થતાંની સાથે જ આ ફિલ્મએ ઓટીટી પ્લેટફોર્મનો રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મ હવે ડિઝની+ હોટસ્ટાર વીઆઇપીની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે. ઓનલાઇન પ્લેટફોર્મ અનુસાર, ફિલ્મએ વ્યૂઅરશિપ મામલામાં રેકોર્ડ તોડી દીધો છે. ફિલ્મએ રિલીઝ થયાના એક કલાકની અંદર જ વ્યૂઅરશિપના બધા રેકોર્ડ તોડી નાંખ્યા છે.
ડિઝ્ની પ્લસ હૉટસ્ટારની સોશિયલ મીડિયા પર ફિલ્મનુ મૉશન પૉસ્ટર શેર કરતા લખ્યું હતું કે, ‘લક્ષ્મીએ તમામ રેકોર્ડ તોડી દીધા, આ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ બની છે. પ્રેમ માટે તમારા બધાનો આભાર. ફિલ્મના રિલીઝ થયા બાદ અક્ષય કુમારે પણ ફેન્સનો આભાર માનતા એક નિવેદન આપ્યુ હતુ.’ દરમિયાન અભિનેતા અક્ષય કુમારે જણાવ્યું હતું કે, 'લક્ષ્મીએ જે પ્રતિક્રિયા આપી, તેનાથી હું ઘણો અભિભૂત અને ખુબજ અભિભૂત છું. એ જાણીને આનંદ થાય છે કે દેશભરના દર્શકો અને ચાહકો તેની રિલિઝના કલાકોમાં જ ડિઝની+ હોટસ્ટાર વીઆઇપી પર ફિલ્મ જોવા માટે લોગિંન થયા હતા.
નોંધનીય છે કે અગાઉ આ ફિલ્મનું નામ ‘લક્ષ્મી બોમ્બ’ હતું, પરંતુ વિવાદ બાદ તેનું નામ લક્ષ્મી રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મનું દિગ્દર્શન રાઘવ લોરેન્સ દ્વારા કરવામાં આવ્યું છે. આ હોરર કોમેડી ફિલ્મમાં અક્ષય સિવાય કિયારા અડવાણીએ કામ કર્યું છે.
