Site icon News Continuous Bureau | Mumbai

અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્‍‍મી’એ તોડ્યો સુશાંત સિંહની ‘દિલ બેચારા’નો રેકોર્ડ… જાણો વિગતે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
12 નવેમ્બર 2020 
બોલીવુડ ખિલાડી અક્ષય કુમાર અને કિયારા અડવાણીની ફિલ્મ 'લક્ષ્‍મી ' ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ ગઈ છે. રિલીઝ થતાંની સાથે જ આ ફિલ્મએ ઓટીટી પ્લેટફોર્મનો રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મ હવે ડિઝની+ હોટસ્ટાર વીઆઇપીની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે. ઓનલાઇન પ્લેટફોર્મ અનુસાર, ફિલ્મએ વ્યૂઅરશિપ મામલામાં રેકોર્ડ તોડી દીધો છે. ફિલ્મએ રિલીઝ થયાના એક કલાકની અંદર જ વ્યૂઅરશિપના બધા રેકોર્ડ તોડી નાંખ્યા છે. 

Join Our WhatsApp Channel

ડિઝ્ની પ્લસ હૉટસ્ટારની સોશિયલ મીડિયા પર ફિલ્મનુ મૉશન પૉસ્ટર શેર કરતા લખ્યું હતું કે, ‘લક્ષ્‍મીએ તમામ રેકોર્ડ તોડી દીધા, આ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ બની છે. પ્રેમ માટે તમારા બધાનો આભાર. ફિલ્મના રિલીઝ થયા બાદ અક્ષય કુમારે પણ ફેન્સનો આભાર માનતા એક નિવેદન આપ્યુ હતુ.’ દરમિયાન અભિનેતા અક્ષય કુમારે જણાવ્યું હતું કે, 'લક્ષ્‍મીએ જે પ્રતિક્રિયા આપી, તેનાથી હું ઘણો અભિભૂત અને ખુબજ અભિભૂત છું. એ જાણીને આનંદ થાય છે કે દેશભરના દર્શકો અને ચાહકો તેની રિલિઝના કલાકોમાં જ ડિઝની+ હોટસ્ટાર વીઆઇપી પર ફિલ્મ જોવા માટે લોગિંન થયા હતા. 

નોંધનીય છે કે અગાઉ આ ફિલ્મનું નામ ‘લક્ષ્મી બોમ્બ’ હતું, પરંતુ વિવાદ બાદ તેનું નામ લક્ષ્મી રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મનું દિગ્દર્શન રાઘવ લોરેન્સ દ્વારા કરવામાં આવ્યું છે. આ હોરર કોમેડી ફિલ્મમાં અક્ષય સિવાય કિયારા અડવાણીએ કામ કર્યું છે.

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version