Site icon

અક્ષય કુમારની ફિલ્મનો છબરડો પકડાઈ ગયો. હવે લોકો પૂછે છે કે છત્રપતિ શિવાજી મહારાજ ના સમયે બલ્બ અને ઇલેક્ટ્રિકસીટી હતી? તમે પણ જુઓ કે શું ભૂલ કરી.

મહેશ માંજરેકર અભિનેતા અક્ષય કુમાર સાથે છત્રપતિ શિવાજી મહારાજ પર ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર નો ફર્સ્ટ લુક લોકોની સામે આવ્યો. પરંતુ તેમાં ગોટાળો થયો… હવે ટીકા થઈ રહી છે.

Akshay kumar look in Chatrapati Shivaji Maharaj creates controversy.

અક્ષય કુમારની ફિલ્મનો છબરડો પકડાઈ ગયો. હવે લોકો પૂછે છે કે છત્રપતિ શિવાજી મહારાજ ના સમયે બલ્બ અને ઇલેક્ટ્રિકસીટી હતી? તમે પણ જુઓ કે શું ભૂલ કરી.

અક્ષય કુમારનો ( Akshay kumar ) છત્રપતિ શિવાજી મહારાજના ( Chatrapati Shivaji Maharaj )  પરિવેશમાં ફરસ્ટ લુક ખૂબ વાયરલ થયો. પરંતુ આ લુકને રિલીઝ કર્યા પછી હવે સોશિયલ મીડિયા પર તેની ટીકા ( controversy ) થઈ રહી છે. આ વીડિયોમાં છત્રપતિ શિવાજી મહારાજ નો દરબાર હોય તેવો સેટ દેખાઈ રહ્યો છે અને સિંઘાસન ની બંને બાજુએ મશાલ સળગી રહી છે. પરંતુ જ્યારે અક્ષય કુમાર આ દરબારની મધ્યમાં પોતાની આગવી છટાથી ચાલીને કેમેરાની નજીક આવે છે ત્યારે ગોટાળો પકડાઈ જાય છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  ગુજરાત ચૂંટણી : વિવિધ બેઠકો પર હાર-જીતનો ભાવ.. ભાજપમાં આવેલાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા નેતાઓ હારશે કે જીતશે? શું કહે છે સટ્ટાબજાર?

શું મિસ્ટેક થઈ ગઈ?

સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થયો છે તે વિડિયો ના છેલ્લા શોટમાં અક્ષય કુમાર ની પાછળ એક ઝુમ્મર દેખાય છે. આજ ઝુંમરમાં ઘણા બધા પીળા બલ્બનો લાગેલા છે. બરાબર અક્ષય કુમારનો ચહેરો દેખાય ત્યારે તેની પાછળ ઝુમ્મર પણ દેખાય છે.

હવે સોશિયલ મીડિયા પર લોકો આ વિડીયોની હાંસી ઉડાવી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે ઈતિહાસીક પાત્ર પર ફિલ્મ બનાવતા સમયે મહેશ માંજરેકર જેવો વ્યક્તિ ભૂલ કરી નાખે તે હદ કહેવાય.

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version