News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તાજેતરમાં જ બાબા કેદારનાથ ધામ પહોંચ્યો હતો. જ્યાં તેણે ભોલેનાથના દર્શન કર્યા હતા. હવે રવિવારે સવારે અભિનેતા અલ્મોડાના પ્રખ્યાત જાગેશ્વર ધામ પહોંચ્યો હતો. આ પછી તે દર્શન માટે બદ્રીનાથ ધામ પહોચ્યો. અહીં જ્યોતિર્લિંગ જગન્નાથના દર્શન કર્યા પછી, તેણે બદ્રી વિશાલના દ્વાર પર પ્રણામ કર્યા અને વિધિ અને નિયમો અનુસાર પૂજા કરી. તેના આગમનની માહિતી મળતા જ પોલીસ-પ્રશાસનની ટીમ પહોંચી ગઈ હતી. અક્ષયની એક ઝલક મેળવવા માટે સ્થાનિક લોકોની ભીડ ઉમટી પડી હતી.
જાગેશ્વર ધામ પહોચ્યો અક્ષય કુમાર
જાગેશ્વર ધામને 12 જ્યોતિર્લિંગ માંથી આઠમું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. તે અલ્મોડા થી લગભગ 35 કિલોમીટરના અંતરે આવેલું છે. જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચે છે. બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર પણ બાબાના દર્શન કરવા માટે રવિવારે સવારે 6:30 વાગ્યે વિશ્વ પ્રસિદ્ધ જાગેશ્વર ધામ પહોંચ્યો હતો. જ્યાંથી તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જાગેશ્વર ધામની મુલાકાત લીધા બાદ અક્ષય કુમારે કહ્યું કે જાગેશ્વર ધામ અલૌકિક છે. હર હર મહાદેવનો જયજયકાર કરતાં તેણે કહ્યું કે ઉત્તરાખંડને એમ જ દેવભૂમિ નથી કહેવામાં આવતી. આ પછી અક્ષય કુમાર અહીં બદ્રીનાથ ધામની મુલાકાતે આવ્યો હતો. જ્યાં તેણે બદ્રીનાથની પૂજા કરી હતી.
Superstar #AkshayKumar Visited Jageshwar Dham today in Uttarakhand ❣️
God bless you
Har har Mehadev 🙏 #jageshwardham pic.twitter.com/FlGXtUqmzG— 𝑓𝑢𝑛𝑡𝑎𝑠𝑡𝑖𝑐_𝑎𝑘𝑘𝑖𝑤𝑜𝑟𝑙𝑑 (@Akkiworld1) May 28, 2023
King 👑 superstar Akshay Kumar reached Jageshwar dham
Har har mahadev #AkshayKumar𓃵 #Uttarakhand pic.twitter.com/BG8iQzkPNV— ShubhamAkki (@lucknowakkians) May 28, 2023
ઉત્તરાખંડ માં છે અક્ષય કુમાર
ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર છેલ્લા ઘણા દિવસોથી ઉત્તરાખંડમાં છે. આ પહેલા તે બાબા કેદારના દર્શન કરવા પહોંચ્યો હતો. વાસ્તવમાં, અભિનેતા આ દિવસોમાં તેની આગામી ફિલ્મના શૂટિંગ માટે ઉત્તરાખંડ આવ્યો છે. જ્યાં તે શૂટિંગની વચ્ચે બાબા ભોલેનાથના દર્શન કરવા આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો: વીર સાવરકર માટે રણદીપ હુડ્ડાએ આ ડાયટ ફોલો કરી ને 4 મહિનામાં ઘટાડ્યું 26 કિલો વજન!
