Site icon

અક્ષય કુમાર ની ફિલ્મ ‘સેલ્ફી’ ના મેકર્સ ને લાગ્યો મોટો ઝટકો, ફિલ્મ થઇ ઓનલાઇન લીક

અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી સ્ટારર મોસ્ટ અવેટેડ કોમેડી-ડ્રામા ફિલ્મ 'સેલ્ફી' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. હવે આ દરમિયાન મેકર્સને વધુ એક મોટો ફટકો પડ્યો છે, ફિલ્મ ઓનલાઈન લીક થઈ ગઈ છે.

akshay kumar selfiee full movie leaked online

અક્ષય કુમાર ની ફિલ્મ ‘સેલ્ફી’ ના મેકર્સ ને લાગ્યો મોટો ઝટકો, ફિલ્મ થઇ ઓનલાઇન લીક

News Continuous Bureau | Mumbai

અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સેલ્ફી’ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં અક્ષય કુમાર સુપરસ્ટાર વિજય ના રોલમાં છે, જ્યારે ઈમરાન હાશ્મી પોલીસના રોલમાં છે જે સુપરસ્ટાર વિજય નો ફેન છે. ઓરિજિનલ ફિલ્મ તો ગમી હતી પરંતુ અક્ષય કુમારની આ રિમેકને દર્શકોએ રિજેક્ટ કરી દીધી છે. ફિલ્મની શરૂઆત ખાસ રહી ન હતી. આવી ફિલ્મ પાસેથી બહુ અપેક્ષા બાકી નથી. આ દરમિયાન મેકર્સને વધુ એક ઝટકો લાગ્યો છે. અહેવાલ છે કે આ ફિલ્મ HD પ્રિન્ટમાં ઓનલાઈન લીક થઈ ગઈ છે.

Join Our WhatsApp Community

 

ઓનલાઇન લીક થઇ ફિલ્મ 

જો રિપોર્ટ્સનું માનીએ તો Tamilrockers, Filmyzilla અને uTorrent જેવી સાઇટ્સ છેલ્લા ઘણા સમયથી ઇન્ટરનેટ પર મોટા સ્ટાર્સની મૂવીઝ લીક કરી રહી છે. હવે તેની નજર અક્ષયની સેલ્ફી પર પડી છે.જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, ફિલ્મ સેલ્ફી તમિલરોકર્સ અને ફિલ્મઝિલા જેવી સાઇટ્સ દ્વારા ઇન્ટરનેટ પર લીક કરવામાં આવી છે. આ ફિલ્મ HD પ્રિન્ટમાં લીક થઈ છે. લોકો ઈન્ટરનેટ પરથી એક ક્લિક પર ફિલ્મ સેલ્ફીની એચડી પ્રિન્ટ ડાઉનલોડ કરી રહ્યાં છે.આવી સ્થિતિમાં ફિલ્મ મેકર્સને ઘણું ગુમાવવું પડી શકે છે. જણાવી દઈએ કે આ પહેલા આ વેબસાઈટ્સે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ લીક કરી હતી. 

 

ફિલ્મ સેલ્ફી નું બજેટ 

અક્ષય કુમારની ફિલ્મ ‘સેલ્ફી’ 150 કરોડના બજેટમાં બની છે. ફિલ્મનો રનટાઈમ 2 કલાક 25 મિનિટનો છે. આ ફિલ્મમાં અક્ષય-ઈમરાનની સાથે ડાયના પેન્ટી અને નુસરત ભરૂચા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના દિગ્દર્શક રાજ મહેતા છે.રાજ મહેતા અગાઉ અક્ષય કુમાર સાથે હિટ ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ બનાવી ચૂક્યા છે. આવી સ્થિતિમાં દર્શકોને ‘સેલ્ફી’ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ફિલ્મના નિર્માતા કરણ જોહર છે. આ અઠવાડિયે અન્ય કોઈ મૂવી નથી, તેથી સેલ્ફી પાસે પૈસા કમાવવાની તક છે. આ ફિલ્મ 2 હજાર સ્ક્રીન પર રિલીઝ થઈ છે.

 

Ahaan Panday: શું ખરેખર અનીત પડ્ડા ને ડેટ કરી રહ્યો છે અહાન પાંડે? સૈયારા ફેમ અભિનેતા એ જણાવી હકીકત
TRP Report Week 45: અનુપમા એ જાળવી રાખ્યું તેનું સિંહાસન, ટોપ 5 માં આવ્યો મોટો ફેરફાર
The Family Man 3 Review: ‘ધ ફેમિલી મેન 3’નો રિવ્યૂ જાહેર! મનોજ બાજપેયી અને જયદીપ અહલાવતની જોડીએ પડદા પર લગાવી આગ.
Anupamaa: અનુપમા’ માં થશે નવા પાત્રની એન્ટ્રી, શું મુંબઈ માં તેનો સાથ આપશે કે પછી મળશે અનુ ને દગો?
Exit mobile version