Site icon News Continuous Bureau | Mumbai

Akshay Kumar: અક્ષય કુમારની 13 વર્ષીય પુત્રી સાથે વિડીયો ગેમ દ્વારા થયેલી અશ્લીલ માંગ, અભિનેતાએ CM સમક્ષ મામલો રજુ કરતા કરી આ વિનંતી

Akshay Kumar: મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારના કાર્યક્રમમાં અક્ષય કુમારે પોતાની પુત્રી સાથે બનેલી સાયબર ક્રાઈમની ગંભીર ઘટના જણાવી; મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને શાળાના અભ્યાસક્રમમાં સાયબર સુરક્ષાનો વિષય ઉમેરવા વિનંતી કરી.

Akshay Kumar Shares Cybercrime Incident Involving Daughter, Urges CM Fadnavis to Introduce Cyber Safety in Schools

Akshay Kumar Shares Cybercrime Incident Involving Daughter, Urges CM Fadnavis to Introduce Cyber Safety in Schools

News Continuous Bureau | Mumbai 

Akshay Kumar: મુંબઈના પોલીસ મહાનિર્દેશક કાર્યાલય ખાતે સાયબર જાગૃતિ મહિનો 2025ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં બોલીવૂડ અભિનેતા અક્ષય કુમાર એ પોતાની 13 વર્ષીય પુત્રી નિતારા સાથે થયેલા એક ગંભીર સાયબર ક્રાઇમ ઘટનાનો ખુલાસો કર્યો. તેણે જણાવ્યું કે નિતારા એક ઓનલાઇન વિડીયો ગેમ રમતી હતી, જેમાં એક અજાણ્યા વ્યક્તિએ પહેલા મિત્રતાપૂર્વક સંદેશા મોકલ્યા અને પછી અશ્લીલ ફોટા માંગ્યા

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aishwarya Rai: ઐશ્વર્યા રાય ને કારણે થયા હતા મોડેલ ના લગ્ન, ઇન્ફ્લુએન્સરની આ વાત સાંભળીને અભિનેત્રી એ ભેટ માં આપી તેની આ મોંઘી વસ્તુ

ઘટનાની વિગત

અક્ષયે જણાવ્યું કે “મારી પુત્રી વિડીયો ગેમ રમતી હતી, જેમાં અજાણ્યા વ્યક્તિ સાથે રમવાની સુવિધા હતી. પહેલા ‘સારા રમ્યા’, ‘ક્યાંથી છો?’ જેવા સંદેશા આવ્યા. પછી પૂછાયું કે તમે પુરૂષ છો કે સ્ત્રી? તેણે જવાબ આપ્યો – સ્ત્રી. ત્યારબાદ એ વ્યક્તિએ કહ્યું – ‘શું તમે મને તમારા ન્યૂડ ફોટો મોકલી શકો છો?’” નિતારાએ તરત જ ગેમ બંધ કરી અને માતા ટ્વિંકલ ખન્નાને જાણ કરી.અક્ષયે કહ્યું કે “આવા સાયબર ક્રાઇમ હવે ગલી ના ક્રાઇમ કરતાં પણ વધુ જોખમભર્યા છે. હું મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે મહારાષ્ટ્રની શાળાઓમાં ધોરણ 7 થી 10 સુધી ‘સાયબર પિરિયડ’ હોવો જોઈએ, જેમાં બાળકોને સાયબર સેફટી શીખવવામાં આવે.” CM ફડણવીસે પણ આ મુદ્દાને ગંભીરતાથી લેવાની ખાતરી આપી.


અક્ષય કુમારના કામની વાત કરીએ તો તે જલ્દી જ ‘ભૂત બંગલા’ અને ‘હેરા ફેરી ૩’ જેવી ફિલ્મોમાં જોવા મળશે. છેલ્લે અભિનેતા અરશદ વારસી સાથે ‘જોલી એલએલબી ૩’ માં જોવા મળ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version