Site icon News Continuous Bureau | Mumbai

ગોલ્ડન બૉય નીરજ ચોપરા ઉપર બાયોપિક બનાવવાની ચર્ચા જોરમાં, નીરજને કયો બૉલિવુડ ઍક્ટર પસંદ છે પોતાના પાત્ર માટે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 10 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

નીરજ ચોપરાએ ટોક્યો ઑલિમ્પિક 2020માં ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને ચર્ચામાં આવી ગયો છે. આ વચ્ચે ધ ક્વીન્ટનો જૂનો ઇન્ટરવ્યૂ જેમાં ગોલ્ડન બૉયે તેની બાયોપિક માટે અક્ષયકુમાર અને રણદીપ હુડાનું નામ સૂચવ્યું હતું અને એ વાયરલ થઈ ગયું. ભારતને ઑલિમ્પિકમાં લાંબા સમય પછી ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ઉપર હવે બાયોપિક બનાવવાને લઈને ચર્ચા થઈ રહી છે. ટ્વિટર પર તો લોકોએ એલાન પણ કરી દીધું છે કે બૉલિવુડ અભિનેતા અક્ષયકુમાર નીરજનું કિરદાર નિભાવતો નજર આવશે. આ વાતને લઈને કેટલાંક મીમ્સ અને ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. હવે આના ઉપર અક્ષયકુમારે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. હાલમાં મીડિયા સાથે વાતચીતમાં અક્ષયકુમારે કહ્યું કે ‘’હું કહીશ કે નીરજ ચોપરાનો દેખાવ સુંદર છે. જો કોઈ મારી બાયોપિક કરશે તો એ નીરજ કરી શકે છે.’’ તમને જણાવી દઈએ કે અક્ષયકુમાર સોશિયલ ઇશ્યૂ પર ફિલ્મો બનાવવા માટે જાણીતો છે. ટૉઇલેટ : એક પ્રેમ કથા’, ‘પૅડ મૅનજેવી ફિલ્મો બાદ હવે ફેન્સની ડિમાન્ડ છે કે નીરજ ચોપરાની બાયોપિકમાં અક્ષયકુમારને જુએ.

રાખી સાવંત પર થયું નીરજ ચોપરાનું ભૂત સવાર; જુઓવાયરલ વીડિયો

આનાથી પહેલાં મીરાબાઈ ચાનુ ટોક્યો ઑલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવા ઉપર સોશિયલ મીડિયા યુઝર્સે અક્ષયકુમારનું મીમ બનાવીને કહ્યું કે હવે તેઓ મીરાબાઈની બાયોપિકમાં કામ કરશે.

Ranbir Kapoor Ramayana Casting Controversy ‘રામાયણ’માં રામ બનેલા રણબીર કપૂરે પ્રસાદ લેવાનો કર્યો ઇનકાર જૂનો વિડીયો વાયરલ થતાં યુઝર્સે પૂછ્યું ‘આવા વ્યક્તિ શ્રીરામનો રોલ કરશે?’
Ronit Roy Seema Biswas Join Salman Khan Movie સલમાન ખાનની આગામી મેગા ફિલ્મમાં રોનિત રોય અને સીમા બિશ્વાસની એન્ટ્રી મહત્વપૂર્ણ પાત્ર ભજવશે
Pinkie Roshan Luxury Apartments Purchase ઋતિક રોશનની માતા પિંકી રોશને ખરીદ્યા ૨ લક્ઝરી એપાર્ટમેન્ટ્સ અધધ આટલા કરોડમાં થઈ મેગા ડીલ
Swara Bhasker Ram Janmabhoomi Remarks અયોધ્યા ચુકાદા બાદ બોલિવૂડના ત્રણેય ખાન્સને કર્યા હતા મેસેજ! સ્વરા ભાસ્કરે વર્ષો જૂના રહસ્ય પરથી પડદો ઊંચક્યો
Exit mobile version