Site icon

Dhurandhar: આ છે માસ્ટરમાઇન્ડ, ‘ધુરંધર’માં અક્ષય ખન્નાના ડાન્સ સ્ટેપ્સ પાછળ કોનો હાથ? કો-એક્ટરે કર્યો ખુલાસો!

Dhurandhar: તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ધુરંધર'માં અક્ષય ખન્નાના એક્ટિંગની સાથે સાથે તેના ડાન્સ સ્ટેપ્સના પણ વખાણ થઈ રહ્યા છે, પરંતુ આ હિટ સ્ટેપ પાછળનું સત્ય તેના કો-એક્ટરે જાહેર કર્યું છે.

akshaye khanna choreographed his own dance steps in dhurandhar

akshaye khanna choreographed his own dance steps in dhurandhar

News Continuous Bureau | Mumbai

Dhurandhar: ફિલ્મ ‘ધુરંધર’માં અભિનેતા અક્ષય ખન્નાની એક્ટિંગની જ નહીં, પણ તેના ડાન્સની પણ પ્રશંસા થઈ રહી છે. ફિલ્મમાં તેના દ્વારા કરવામાં આવેલા ડાન્સ સ્ટેપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. ફિલ્મમાં ‘રહેમાન ડકૈત’ (અક્ષય ખન્ના)ના કઝિનનો રોલ કરનાર કો-એક્ટર દાનિશ પંડોરે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં આ હિટ સ્ટેપ પાછળનું રહસ્ય ખોલ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Bigg Boss 19: બિગ બોસ ૧૯ ફિનાલે માંગૌરવ ખન્નાએ મારી બાજી, વિજેતાને ટ્રોફી સાથે મળી જંગી પ્રાઇઝ મની

અક્ષય ખન્નાએ પોતે તૈયાર કર્યા ડાન્સ સ્ટેપ્સ

દાનિશ પંડોરે ખુલાસો કર્યો કે ‘ધુરંધર’ના ગીતમાં અક્ષય ખન્નાના જે ડાન્સ સ્ટેપની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે, તે તેમણે પોતે જ તૈયાર કર્યા છે.દાનિશના કહેવા મુજબ,અક્ષય ખન્ના એ ડિરેક્ટર આદિત્ય ધરે ને પૂછ્યું હતું કે શું તેઓ ડાન્સ કરી શકે છે. આદિત્યએ તેમને કહ્યું કે તમે જે રીતે કરવા માંગો છો, તે રીતે કરી શકો છો. ત્યારબાદ અક્ષય ખન્નાએ ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં તે ડાન્સ સ્ટેપ કર્યો. આ રીતે, આ વાયરલ ડાન્સ સ્ટેપ્સ માટે કોઈ પ્રોફેશનલ કોરિયોગ્રાફર નહીં પણ અક્ષય ખન્ના પોતે જ જવાબદાર છે.


આદિત્ય ધર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધુરંધર’માં રણવીર સિંહ લીડ રોલમાં છે, પરંતુ નકારાત્મક પાત્ર ‘રહેમાન ડકૈત’ ભજવનાર અક્ષય ખન્નાની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. બોક્સ ઓફિસ પર પણ ફિલ્મે શાનદાર પ્રદર્શન કર્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ, ફિલ્મે ચોથા દિવસે (સોમવારે) ૨૩ કરોડ રૂપિયાની કમાણી કરી છે, અને તેની કુલ કમાણી ૧૨૬ કરોડ રૂપિયા થઈ ગઈ છે. ફિલ્મમાં સંજય દત્ત, આર. માધવન અને અર્જુન રામપાલ જેવા કલાકારો પણ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!
Dhurandhar 2 First Review: ‘ધુરંધર 2’ નો પહેલો રિવ્યુ આવ્યો સામે: એક્ટર દાનિશ પંડોરે રિલીઝ પહેલા જ મચાવ્યો હંગામો, રણવીર સિંહ વિશે કહી આવી વાત
Yo Yo Honey Singh Delhi Concert Clash: દિલ્હીમાં હની સિંહના શોમાં મચી બબાલ! સ્પોન્સર ટીમ અને ફેન્સ વચ્ચે મારામારી, વિડીયો થયો વાયરલ
Exit mobile version