Site icon News Continuous Bureau | Mumbai

Akshaye Khanna: શું અક્ષય ખન્ના ને નડ્યું સ્ટારડમ? ‘દ્રશ્યમ 3’ બાદ હવે આ મોટી ફ્રેન્ચાઈઝીમાંથી પણ અભિનેતા ની થઇ છુટ્ટી!

Akshaye Khanna: ‘ધુરંધર’ ની સફળતા વચ્ચે અક્ષય ખન્નાના હાથમાંથી નીકળી મોટી ફિલ્મો; પ્રોડ્યુસર રમેશ તૌરાનીએ અક્ષયની વાપસી પર આપ્યું મોટું નિવેદન, જાણો કોણ હશે ‘રેસ 4’ ના હીરો

Akshaye Khanna out of Race 4 and Drishyam 3

Akshaye Khanna out of Race 4 and Drishyam 3

News Continuous Bureau | Mumbai

Akshaye Khanna: અક્ષય ખન્ના અત્યારે પોતાની કારકિર્દીના શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ તેની આગામી ફિલ્મોને લઈને વિવાદો શરૂ થયા છે. અગાઉ એવા અહેવાલ હતા કે કેટલીક શરતોને કારણે અક્ષય ‘દ્રશ્યમ 3’ માં જોવા નહીં મળે. હવે સમાચાર છે કે તે તેની આઈકોનિક ફિલ્મ ‘રેસ’ (Race) ના ચોથા ભાગનો પણ હિસ્સો નહીં હોય. અગાઉ એવી અટકળો હતી કે ઓરિજિનલ જોડી સૈફ અલી ખાન અને અક્ષય ખન્ના ફરી સાથે જોવા મળશે, પરંતુ નિર્માતાઓએ આ વાતને નકારી કાઢી છે.નિર્માતા રમેશ તૌરાનીએ સ્પષ્ટ કર્યું છે કે ‘રેસ 4’ માં અક્ષય ખન્નાને પાછો લાવવાની કોઈ શક્યતા નથી. તેમણે જણાવ્યું કે પહેલી ફિલ્મમાં જ તેના પાત્રનો અંત આવી ગયો હતો, તેથી વાર્તામાં તેને ફરીથી લાવવાની કોઈ સ્પેસ નથી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2 Trailer Update: ‘ધુરંધર 2’ ના ટ્રેલરનું કાઉન્ટડાઉન શરૂ; અક્ષય ખન્નાની એન્ટ્રી અને ફિલ્મની રિલીઝ ડેટ વિશે જાણો બધું જ અહીં

‘રેસ 4’ ની સ્ટાર કાસ્ટ પર સસ્પેન્સ

જ્યારે રમેશ તૌરાનીને પૂછવામાં આવ્યું કે શું સિદ્ધાર્થ મલ્હોત્રા અને સૈફ અલી ખાનના નામ ફાઈનલ થઈ ગયા છે, તો તેમણે આ વાતનો પણ ઈનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે હાલમાં સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે અને કોઈ પણ કલાકારને હજુ સુધી સાઈન કરવામાં આવ્યા નથી. ‘રેસ’ ફ્રેન્ચાઈઝીમાં અત્યાર સુધી જોન અબ્રાહમ અને સલમાન ખાન જેવા મોટા સ્ટાર્સ જોવા મળ્યા છે, તેથી ચોથા ભાગની કાસ્ટ પર સૌની નજર છે.


અક્ષય ખન્નાના કામની વાત કરીએ તો, ‘ધુરંધર’ માં તેણે ભજવેલા વિલન ‘રહેમાન ડકૈત’ ના પાત્રની ભારોભાર પ્રશંસા થઈ રહી છે. ફિલ્મમાં તેના ડાન્સ મૂવ્સ અત્યારે ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર ટ્રેન્ડ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ‘દ્રશ્યમ 3’ અને ‘રેસ 4’ જેવી ફિલ્મોમાંથી તે બહાર થતા ફેન્સમાં નારાજગી જોવા મળી રહી છે. કેટલાક લોકો તેને એક્ટરનું વધતું સ્ટારડમ અને નખરાં ગણાવી રહ્યા છે, તો કેટલાક તેને સ્ક્રિપ્ટની માંગ ગણાવી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Adhik Mehta Show। અનુપમા છોડ્યા બાદ ચમક્યું એક્ટરનું નસીબ! હવે આ ટીવી ક્વીન સાથે સ્ક્રીન પર ઈશ્ક લડાવશે અધિક મહેતા
Sridevi Classic Movies। માત્ર ૧૩ વર્ષની ઉંમરે શ્રીદેવી બની હતી સાવકી માતા’, બોક્સ ઓફિસ પર ફિલ્મે મચાવ્યો હતો ધમાકો
South Movie Tickets|શું તમે પણ સાઉથની ફિલ્મો જોવા માટે ચૂકવી રહ્યા છો વધુ પૈસા? જાણો ટિકિટ મોંઘી થવા પાછળનું આ અંદરનું રહસ્ય
Hai Jawani Toh Ishq Hona Hai Review|વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં કૉમેડીનો તડકો કે ઇમોશનલ ડ્રામા? ટિકિટ બુક કરાવતા પહેલાં જાણી લો પ્લસમાઈનસ પોઈન્ટ્સ
Exit mobile version