Site icon News Continuous Bureau | Mumbai

Akshaye Khanna Dhurandhar Movie|સેટ પર કલાકારનું અપમાન જોઈ અક્ષય ખન્નાએ ગુમાવ્યો કાબૂ! પ્રોડ્યુસરને જાહેરમાં ખખડાવીને શિખવાડ્યો પાઠ; ફેન્સ કરી રહ્યા છે સલામ

Akshaye Khanna Dhurandhar Movie| ‘ધુરંધર’ ના રહેમાન ડકેતનો અસલી અવતાર; સહકલાકારના સન્માન માટે પ્રોડ્યુસરની લગાવી ક્લાસ, કહ્યું “ફિલ્મ આશીર્વાદથી બને છે, પ્લેટ ગણવાથી નહીં.”

Akshaye Khanna Dhurandhar Movie|સેટ પર કલાકારનું અપમાન જોઈ અક્ષય ખન્નાએ ગુમાવ્યો કાબૂ! પ્રોડ્યુસરને જાહેરમાં ખખડાવીને શિખવાડ્યો પાઠ; ફેન્સ કરી રહ્યા છે સલામ

Akshaye Khanna Dhurandhar Movie|સેટ પર કલાકારનું અપમાન જોઈ અક્ષય ખન્નાએ ગુમાવ્યો કાબૂ! પ્રોડ્યુસરને જાહેરમાં ખખડાવીને શિખવાડ્યો પાઠ; ફેન્સ કરી રહ્યા છે સલામ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Akshaye Khanna Dhurandhar Movie| બોલિવૂડ અભિનેતા અક્ષય ખન્ના અત્યારે ફિલ્મ ‘ધુરંધર’ માં તેની શાનદાર પરફોર્મન્સને કારણે લાઈમલાઈટમાં છે. અક્ષય ખન્ના ઇન્ડસ્ટ્રીમાં તેના શાંત અને ગંભીર સ્વભાવ માટે જાણીતા છે, પરંતુ તાજેતરમાં અભિનેતા અમિત બહલે એક જૂનો કિસ્સો યાદ કર્યો છે જ્યારે અક્ષય ખન્નાએ એક પ્રોડ્યુસરની જોરદાર ઝાટકણી કાઢી હતી.

જમવા બાબતે કલાકારનું થયું અપમાન

અમિત બહલે જણાવ્યું કે એક ફિલ્મની શૂટિંગ દરમિયાન એક એવો કલાકાર હતો જે બહુ જાણીતો નહોતો અને તે બીજા હોટલમાં રોકાયો હતો. એક દિવસ તે અક્ષય ખન્ના જે હોટલમાં રોકાયા હતા ત્યાં લંચ કરવા આવ્યો. જેવો તે કલાકારે ખાવા માટે પ્લેટ ઉઠાવી, પ્રોડ્યુસરના પરિવારે અથવા પ્રોડક્શન ટીમે તેને અટકાવતા કહ્યું, “સર, તમે આ ખાવાનું ન ખાઈ શકો, કારણ કે તમે અહીંના ગેસ્ટ નથી.” આ સાંભળીને તે કલાકાર ખૂબ જ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયો અને પ્લેટ સાઈડમાં મૂકીને એકલો જઈને બેસી ગયો.

અક્ષય ખન્નાએ લીધો પક્ષ

અક્ષય ખન્નાએ આ આખી ઘટના દૂરથી જોઈ હતી. જે અક્ષય સામાન્ય રીતે બહુ ઓછું બોલે છે, તે દિવસે તે પ્રોડ્યુસર પર અત્યંત ભડકી ગયા હતા. તેમણે તરત જ વચ્ચે પડીને પ્રોડ્યુસરને ખરી-ખોટી સંભળાવી. અક્ષયે તે સમયે ભૂખ અને સન્માનના સાચા અર્થ વિશે લાંબુ જ્ઞાન આપ્યું હતું. અમિત બહલે કહ્યું કે તે દિવસે અમને સમજાયું કે અક્ષય તેના સાથી કલાકારોની કેટલી ઈજ્જત કરે છે.

“આશીર્વાદથી બને છે ફિલ્મ”

અક્ષય ખન્નાએ પ્રોડ્યુસરને ફટકાર લગાવતા કહ્યું હતું કે, “કોઈ પણ ફિલ્મ પ્લેટોની સંખ્યા કે તમારી પાસે કેટલું ખાવાનું છે તેનાથી નથી બનતી, પણ તે લોકોના આશીર્વાદથી બને છે.” આ ઘટના બાદ સેટ પરના દરેક લોકો અક્ષયના આ સ્વભાવથી પ્રભાવિત થયા હતા. અત્યારે જ્યારે અક્ષય ખન્નાની ફિલ્મ ‘ધુરંધર’ સફળતાના શિખરો સર કરી રહી છે, ત્યારે તેના આ ઉમદા કામના કિસ્સા ફરી તાજા થયા છે.

👉 આ સમાચાર વાચો:
CM Thalapathy Vijay Salary| થલપતી વિજયની નેટવર્થ સામે મુખ્યમંત્રીનો પગાર છે ખૂબ ઓછો, જાણો દર મહિને કેટલી મળશે સેલરી

Personality Rights Bollywood Stars AI અને ડીપફેકના યુગમાં ઓળખ બચાવવાની જંગ ૪ વર્ષમાં ૫૦ થી વધુ સેલેબ્સ પહોંચ્યા કોર્ટ, પર્સનાલિટી રાઇટ્સ મુદ્દે મોટો ટ્રેન્ડ
Aishwarya Rai Paris Fashion Week પેરિસ ફેશન વીકના રેમ્પ પર ઐશ્વર્યા રાયનો જાદુ કેન્ડલ જેનર સાથે ગ્લોબલ રનવે પર જબરદસ્ત વૉક, તસવીરો વાયરલ!
Sunita Ahuja On Govinda Komal Rani ‘તે જેના સાથે રહે ખુશ રહે’ ગોવિંદા અને કોમલના લાલબાગચા રાજા દર્શન વિવાદ પર સુનીતા આહુજાએ તોડ્યું મૌન!
Farah Khan Om Shanti Om Revelation ‘ઓમ શાંતિ ઓમ’ના સેટ પર આ એક્ટર આવતાં જ બેકાબૂ બની ભીડ શાહરૂખસલમાન પણ પડી ગયા હતા ઝાંખા, ફરાહ ખાનનો મોટો ખુલાસો!
Exit mobile version