Site icon News Continuous Bureau | Mumbai

Akshaye Khanna: ધુરંધર’ની સફળતા બાદ અક્ષય ખન્ના રિલેક્સ મૂડમાં! અલીબાગના ઘરમાં કરાવ્યો વાસ્તુ શાંતિ હવન

Akshaye Khanna: ફિલ્મ ‘ધુરંધર’ માં અક્ષય ખન્નાએ પોતાના અભિનયથી ધમાલ મચાવી દીધી છે. અક્ષયનો અંદાજ અને ડાન્સ ખૂબ પસંદ આવી રહ્યો છે. અક્ષય ખન્ના 'ધુરંધર' ની સફળતાની મજા માણી રહ્યા છે.

Akshaye Khanna Spending Time in Alibaug Amidst the Success of Dhurandhar, Conducts Vastu Shanti Havan

Akshaye Khanna Spending Time in Alibaug Amidst the Success of Dhurandhar, Conducts Vastu Shanti Havan

News Continuous Bureau | Mumbai

Akshaye Khanna: ફિલ્મ ‘ધુરંધર’ માં શાનદાર અભિનયથી ધૂમ મચાવનાર અભિનેતા અક્ષય ખન્ના હાલમાં ફિલ્મની સફળતાની ઉજવણી કરી રહ્યા છે. તેઓ લાઇમલાઇટથી દૂર અલીબાગમાં પોતાના બંગલા પર છે, જ્યાં તેમણે વાસ્તુ શાંતિ હવન કરાવ્યું છે. ફિલ્મમાં તેમના ‘રહેમાન ડકૈત’ ના પાત્રને જબરદસ્ત લોકપ્રિયતા મળી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Smriti Irani : અક્ષય ખન્નાની એક્ટિંગ પર સ્મૃતિ ઈરાની ફિદા! સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી કહી આવી વાત

અક્ષય ખન્નાએ કરાવ્યો હવન

‘ધુરંધર’ની સફળતા વચ્ચે અક્ષય ખન્ના લાઇમલાઇટથી દૂર પોતાની પ્રાઇવેટ લાઇફ એન્જોય કરી રહ્યા છે અને હાલમાં તેઓ અલીબાગમાં પોતાના બંગલા પર છે. તાજેતરમાં, અક્ષય ખન્નાએ પોતાના અલીબાગ વાળા બંગલામાં વાસ્તુ શાંતિ હવન કરાવ્યોછે. મીડિયા રિપોર્ટ મુજબ, આ હવનનો ફોટો પંડિત એ શેર કરીને લખ્યું હતું કે, “મને અક્ષય ખન્નાના ઘરે આ પરંપરાગત અને ભક્તિમય પૂજા કરવાનું સૌભાગ્ય મળ્યું. તેમનો શાંત સ્વભાવ, સાદગી અને સકારાત્મક ઊર્જાએ મારા અનુભવને વિશેષ બનાવી દીધો.” આ ઉપરાંત, પંડિતે અક્ષય ખન્નાના અભિનયના વખાણ પણ કર્યા હતા અને ‘છાવા’, ‘ધુરંધર’, ‘દ્રશ્યમ ૨’ અને ‘સેક્શન ૩૭૫’ માં તેમના કામને યાદ કરીને તેમને ક્લાસની વ્યાખ્યા ગણાવ્યા હતા.


અક્ષય ખન્નાએ ફિલ્મમાં રહેમાન ડકૈત નો રોલ પ્લે કર્યો છે. આ રોલે અક્ષયને જબરદસ્ત લોકપ્રિયતા અપાવી છે. દરેક જગ્યાએ તેમની જ વાતો થઈ રહી છે. સ્મૃતિ ઈરાનીએ તો ત્યાં સુધી કહી દીધું કે અક્ષય ખન્નાને ઓસ્કાર આપી દેવામાં આવે.ફિલ્મ ‘ધુરંધર’ ની વાત કરીએ તો આ ફિલ્મને આદિત્ય ધરે બનાવી છે.આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં છે. અક્ષય ખન્ના ઉપરાંત સંજય દત્ત, આર માધવન, અર્જુન રામપાલ અને સારા અર્જુન જેવા સ્ટાર્સ પણ છે. સારા અર્જુન રણવીર સિંહના ઓપોઝિટ રોલમાં છે.આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે. ફિલ્મે દુનિયાભરમાં ૫૦૦ કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hrithik Roshan and Saba Azad Breakup Rumors શું રિતિક રોશન અને સબા આઝાદનું થઈ ગયું છે બ્રેકઅપ? ડેટિંગ એપ પર નવો પાર્ટનર શોધતા હોવાની ચર્ચા!
TV Advertising Rules 2026 હવે ટીવી પર વધુ દેખાશે જાહેરાતો? સરકારે ૨૦ વર્ષ જૂનો આ નિયમ હટાવ્યો
Sunny Deol Formula 1 સની દેઓલ બનવા માંગતા હતા ફોર્મ્યુલા ૧ રેસર, પિતા ધર્મેન્દ્રના ડરને કારણે છોડ્યું સપનું
Independence Day 2026 Celebrities અક્ષય કુમારથી અનુપમ ખેર સુધી, સ્વતંત્રતા દિવસે દેશભક્તિના રંગમાં રંગાયા બોલીવુડ સેલિબ્રિટીઝ
Exit mobile version