Site icon

Akshaye Khanna: ‘મહાકાલી’ ફિલ્મમાં અક્ષય ખન્ના બન્યો અસુર ગુરુ શુક્રાચાર્ય, ફર્સ્ટ લુક જોઈને ફેન્સ રહી ગયા દંગ

Akshaye Khanna: 'મહાકાલી' ફિલ્મથી અક્ષય ખન્નાની તેલુગુ સિનેમામાં થઇ એન્ટ્રી, ફિલ્મમાં અક્ષય ખન્ના બન્યો અસુર ગુરુ શુક્રાચાર્ય જેનો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Akshaye Khanna transforms into Shukracharya for Telugu film ‘Mahakaali’, fans stunned by first look

Akshaye Khanna transforms into Shukracharya for Telugu film ‘Mahakaali’, fans stunned by first look

News Continuous Bureau | Mumbai

Akshaye Khanna: બોલીવૂડ નો વર્સટાઈલ એક્ટર અક્ષય ખન્ના હવે દક્ષિણ ભારતીય સિનેમામાં પણ પોતાની છાપ છોડવા તૈયાર છે. તેની આગામી તેલુગુ ફિલ્મ ‘મહાકાલી’ માંથી ફર્સ્ટ લુક રિલીઝ થયો છે, જેમાં તે અસુર ગુરુ શુક્રાચાર્ય ના રોલમાં જોવા મળે છે. આ લુક એટલો અલગ અને શક્તિશાળી છે કે ફેન્સ તેને ઓળખી પણ ન શક્યા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : The Raja Saab Trailer: સંજય દત્ત ના ખૂંખાર લુક સાથે પ્રભાસની હોરર-કોમેડી ‘ધ રાજા સાબ’ નું ટ્રેલર થયું રિલીઝ

અક્ષય ખન્નાનો અસુર અવતાર

ફિલ્મમાં અક્ષય ખન્ના જટાધારી સ્વરૂપમાં, સફેદ લાંબા વાળ અને દાઢી સાથે, માથા પર મહાકાલ તિલક અને ધોળી ધોતીમાં જોવા મળે છે. તેના લુકમાં એક દિવ્ય દૃષ્ટિ અને ગાઢ છાયાવાદ છે, જે તેને એક માયાવી પાત્ર બનાવે છે. પોસ્ટર પર લખાયું છે: “દેવોની છાયામાં, ક્રાંતિની જ્વાલા – અસુર ગુરુ શુક્રાચાર્ય.” ફેન્સે અક્ષયના લુકને જોઈને કહ્યું કે “આ છે પરફેક્ટ કાસ્ટિંગ!” કેટલાક યુઝર્સે તેને અમિતાભ બચ્ચન ના ‘કલ્કી 2898 AD’ લુક સાથે સરખાવ્યો. 


‘મહાકાલી’ ફિલ્મ પ્રસાંત વર્મા દ્વારા નિર્મિત PVCU – પ્રસાંત વર્મા સિનેમેટિક યુનિવર્સ નો ત્રીજો ભાગ છે. આ યુનિવર્સની શરૂઆત ‘હનુમાન’  ફિલ્મથી થઈ હતી, જે સુપરહિટ રહી. હવે ‘જય હનુમાન’ અને ‘અધીરા’ જેવી ફિલ્મો પણ આવી રહી છે. ‘મહાકાલી’માં દેવી કાલી પર આધારિત પૌરાણિક અને એક્શન ડ્રામા જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Asha Bhosle Last Rites Live: આશા ભોંસલેની અંતિમ યાત્રા સ્મશાન ભૂમિ પહોંચી: CM-DCM એ અર્પી પુષ્પાંજલિ
Asha Bhosle Last Rites: આશા તાઈના અંતિમ દર્શન માટે ઉમટી મેદની: સચિન તેંડુલકર અને રિતેશ દેશમુખે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી, મુંબઈમાં ગમગીનીનો માહોલ
Ranveer Allahbadia Girlfriend: શું રણવીર અલ્હાબાદિયા અને જૂહી ભટ્ટ રિલેશનશિપમાં છે? આઈપીએલની મેચમાં સાથે જોવા મળતા ચાહકોમાં શરૂ થઈ ચર્ચા
IPL Tribute to Asha Bhosle: ક્રિકેટના મેદાનમાં ગુંજ્યો ‘આશા’નો અવાજ: વાનખેડે સ્ટેડિયમમાં ખેલાડીઓએ મૌન પાળી સૂર સમ્રાજ્ઞીને આપી છેલ્લી વિદાય
Exit mobile version