Site icon

3 ઈડિયટ્સ માં નાના રોલમાં જોવા મળેલો ગુડ્ડુ ભૈયા એટલે કે અલી ફઝલ આજે છે કરોડોની સંપત્તિનો માલિક-જાણો અભિનેતા ની નેટવર્થ વિશે

News Continuous Bureau | Mumbai

15 ઓક્ટોબર 1986ના રોજ જન્મેલા બોલિવૂડ એક્ટર અલી ફઝલ(Ali Fazal) આજે પોતાનો જન્મદિવસ(Birthday) મનાવી રહ્યો છે. આ દિવસોમાં તે પોતાના લગ્નના કાર્યોમાં વ્યસ્ત છે. ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી સિરીઝ ‘મિર્ઝાપુરે’ (Mirzapur)તેની ખ્યાતિને એક અલગ દરજ્જો આપ્યો છે. આમાં તેના 'ગુડ્ડુ ભૈયા'ના પાત્રે ઘણી લોકપ્રિયતા મેળવી હતી. કદાચ બહુ ઓછા લોકોને યાદ હશે કે અલી ફઝલે આમિર ખાનની સુપરહિટ ફિલ્મ ‘3 ઈડિયટ્સ’(3 Idiots)માં પણ એક નાનું પણ પ્રભાવશાળી પાત્ર ભજવ્યું હતું. તેણે 'જોય લોબો'ની ભૂમિકા ભજવી હતી, જે એક એન્જિનિયરિંગ વિદ્યાર્થી છે જે કોલેજમાં અભ્યાસના દબાણને કારણે આત્મહત્યા કરે છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલી ફઝલ આજે ખૂબ જ વૈભવી જીવન જીવે છે. એક ન્યૂઝ પોર્ટલ અનુસાર, તેની પાસે બાંદ્રામાં(Bandra) એક એપાર્ટમેન્ટ છે જેની કિંમત ઘણી છે. સાથે જ તેની પાસે 68 લાખની BMW X6 અને 1.18 કરોડની લેન્ડ ક્રુઝર કાર પણ છે. તેની નેટવર્થની(net worth) વાત કરીએ તો અલી ફઝલ 22.51 કરોડની સંપત્તિ નો  માલિક છે.

આ સમાચાર પણ વાંચો : થિયેટર માં ન ચાલેલી ફિલ્મ ઓટીટી પર આવતાની સાથે જ છવાઈ ગઈ – નેટફ્લિક્સ પર વૈશ્વિક સ્તરે નંબર 2 બની આ ફિલ્મ

3 ઈડિયટ્સ બાદ ‘ફુકરે’ ફિલ્મમાં તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. અલી ફઝલ તેના ગંભીર અભિનય માટે જાણીતો છે. તેણે ‘બોબી જાસૂસ’, ‘સોનાલી કેબલ’, ‘ખામોશિયાં’ જેવી ફિલ્મોમાં પ્રશંસનીય અભિનય કર્યો છે. તેણે બોલિવૂડથી લઈને હોલીવુડ(Hollywood) સુધી પોતાની સફળતાનો ઝંડો લગાવ્યો છે. અલી ફઝલ ‘વિક્ટોરિયા એન્ડ અબ્દુલ’, ‘ડેથ ઓન ધ નાઈલ’, ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 7’માં જોવા મળ્યો હતો.

 

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version