Site icon

Alia Bhatt  ‘વોટ ઝુમકા’ પર રીલ કરતા જોવા મળ્યા રણવીર-આલિયા, કરણે પણ કર્યો કેમિયો, જુઓ ફની વીડિયો

રણવીર સિંહ અને આલિયા ભટ્ટે તેમની આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ નું પ્રમોશન શરૂ કરી દીધું છે. હવે આ સંદર્ભે આ ગલી બોય ફેમ કપલે વોટ ઝુમકા ગીત પર એક શાનદાર રીલ બનાવી છે, જેને જોઈને કરણ જોહર પણ ચોંકી ગયો છે.

Alia Bhatt and ranveer singh create reel on what jhumka karan johar cameo

Alia Bhatt and ranveer singh create reel on what jhumka karan johar cameo

News Continuous Bureau | Mumbai

Alia Bhatt : બોલિવૂડના પ્રસિદ્ધ નિર્દેશક કરણ જોહર લાંબા સમય બાદ તેમના દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ દ્વારા તે બોલિવૂડના બે હિટ સ્ટાર્સ રણવીર સિંહ અને આલિયા ભટ્ટને પડદા પર એકસાથે લાવી રહ્યા છે. ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ની રિલીઝને હજુ બે સપ્તાહ પણ બાકી નથી અને ફિલ્મની ટીમે તેનું પ્રમોશન શરૂ કરી દીધું છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે કરણ જોહર તેની રોકી અને રાની સાથે ફિલ્મ નું દેશના પાંચ શહેરોમાં પ્રમોશન કરશે. આ સંબંધમાં તેમનો પહેલો વીડિયો સામે આવ્યો છે.

Join Our WhatsApp Community

રણવીર સિંહ અને આલિયા ભટ્ટે બનાવી રીલ

જે વીડિયો સામે આવ્યો છે તેમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના ગીત ‘વોટ ઝુમકા’ પર ડાન્સ કરતા જોવા મળે છે અને અંતે કરણ જોહર આવીને વોટ ઝુમકા કહે છે. આ વિડિયોમાં આલિયાએ શોર્ટ્સ સાથે આકાશી રંગનો સ્વેટ શર્ટ પહેર્યો છે, જેના પર ટીમ રાની લખેલું છે અને રણવીર સિંહે ગજરી રંગના સ્વેટ શર્ટ પર ગરમ રંગની રીપ્ડ જીન્સ પહેરી છે, જેના પર ટીમ રોકી લખેલું છે. તે જ સમયે, ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના દિગ્દર્શક કરણ જોહર, જે વિડિયોના અંતમાં એન્ટ્રી લેતો જોવા મળ્યો હતો, તે ઓલ બ્લેક લુકમાં જોવા મળ્યો હતો.

આ સમાચાર પણ વાંચો:  Income Tax Return : કરદાતાઓ, જો ITR ફાઇલ કરતી વખતે આ માહિતી છુપાવશો તો થશે 10 લાખનો દંડ, વાંચો વિગતવાર માહિતી

 

Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ
Exit mobile version