Site icon News Continuous Bureau | Mumbai

આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે આ રીતે કરી ક્રિસમસની ઉજવણી, તસવીરો થઈ વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

સોમવાર

દેશભરમાં ક્રિસમસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. બોલિવૂડ સ્ટાર્સ પણ આમાં પાછળ નથી. તાજેતરમાં જ અભિનેત્રી આલિયા ભટ્ટે ક્રિસમસના એક દિવસ પહેલા તેની માતા સોની રાઝદાન અને બહેન શાહીન ભટ્ટ સાથે તેના ઘરે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ગેટ-ટુ-ગેધર પાર્ટીમાં તેનો બોયફ્રેન્ડ રણબીર કપૂર અને તેની માતા નીતુ કપૂરે પણ હાજરી આપી હતી. આ પાર્ટી માં ફિલ્મ નિર્માતા અયાન મુખર્જી પણ જોડાયા હતા, જેમણે આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું નિર્દેશન કર્યું છે. આલિયાની બહેન શાહીન ભટ્ટ અને નીતુએ તેમના સંબંધિત ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર પાર્ટીની સુંદર તસવીરો શેર કરી છે.

આલિયાએ પાર્ટી માટે અદભૂત સ્ટ્રેપલેસ રેડ ડ્રેસ પહેર્યો હતો, જેમાં અભિનેત્રી ખૂબસૂરત લાગી રહી હતી. તેમજ, રણબીર સફેદ ટી-શર્ટ સાથે બ્લેક બ્લેઝર અને જીન્સ પહેરેલો જોવા મળ્યો હતો. આ સિવાય નીતુ કપૂર બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. આ પાર્ટી ડિનરની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.નીતુ કપૂરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આલિયા અને અયાન મુખર્જી સાથે એક સુંદર તસવીર શેર કરી અને લખ્યું – 'મારા સુંદર લોકો.' તેમજ નીતુએ રણબીર સાથે સેલ્ફી વિડીયો શેર કરીને તેના ચાહકોને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી છે.

આલિયાની બહેન શાહીન ભટ્ટે પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ગેટ-ટુગેધરની તસવીરો શેર કરી છે. આલિયા રેડ ડ્રેસમાં જોવા મળી હતી, જ્યારે તેની બહેન શાહીન ગ્રીન અને માતા સોની રાઝદાન ક્રીમ કલરના ડ્રેસમાં જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે, આલિયા અને રણબીર લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. ઘણીવાર બંને ફેમિલી ગેટ ટુ ગેધરમાં દેખાય છે.આલિયા અને રણબીરની આગામી ફિલ્મની વાત કરીએ તો બંને જલ્દી જ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું છે. 'બ્રહ્માસ્ત્ર' આવતા વર્ષે 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

પ્રભાસ-પૂજા હેગડેની ફિલ્મ ‘રાધેશ્યામ’નું ટ્રેલર થયું રિલીઝ, અનોખી છે ફિલ્મ ની વાર્તા; જાણો વિગત,જુઓ ટ્રેલર

 

Avengers Doomsday Advance Booking ‘એવેન્જર્સ ડૂમ્સડે’ નું તોફાની એડવાન્સ બુકિંગ 24 કલાકમાં જ ₹10 કરોડ પાર, મિડનાઈટ શો માટે ભારે ક્રેઝ
Salman Khan Gift પનવેલ ફાર્મહાઉસમાં સલમાન ખાનનું મોટું સરપ્રાઈઝ ‘માતૃભૂમિ’ ની ટીમને આપી મોંઘીદાટ ભેટ
Prince William Dharma Visit મુંબઈમાં પ્રિન્સ વિલિયમ ધર્મા પ્રોડક્શન્સ પહોંચ્યા કરણ જોહર, કરીના અને સૈફ સાથે ભારતીય સિનેમા પર ચર્ચા
Panchayat Season 5 Release Date ફુલેરાની વાપસી ‘પંચાયત’ સીઝન 5 ની રિલીઝ ડેટ જાહેર, આ તારીખના રોજ OTT પર આવશે
Exit mobile version