Site icon News Continuous Bureau | Mumbai

આલિયાએ બે વર્ષમાં એટલી કમાણી કરી છે જેટલી મેં 50 વર્ષમાં કરી છે : જાણો દીકરી આલિયા ભટ્ટનાં વખાણમાં મહેશ ભટ્ટે શું કહ્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 29 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

 

મહેશ ભટ્ટે દીકરી આલિયા ભટ્ટનાં વખાણ કર્યાં છે. તેમણે કહ્યું છે કે તે 50 વર્ષમાં એટલા પૈસા નથી કમાયા, એટલા પૈસા તેમની દીકરી આલિયા ભટ્ટે માત્ર બે વર્ષમાં કમાઈ લીધા છે. આલિયા ભટ્ટ ફૅવરિટ ઍક્ટર્સમાંથી એક છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટે દીકરીની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે એ સિદ્ધિ તેનાં માતાપિતાને કારણે નથી.

મહેશ ભટ્ટે કહ્યું, 'આલિયા ભટ્ટ તેનાં માતાપિતા જેવી નથી. તેણે પોતાની ઓળખ જાતે બનાવી છે. હું હંમેશાંથી એક ફિલ્મમેકર રહ્યો છું. અમે હંમેશાં ઇન્ડસ્ટ્રીની ટોચ પર ઊભા રહ્યા છીએ. અમારું ઘર ફિલ્મી પાર્ટીઓ માટે નથી. મેં ઘર ચલાવવા માટે ફિલ્મો બનાવી છે. આલિયા ભટ્ટ પણ આ વાત જાણે છે. તે નિર્ભય રીતે કામ કરે છે, પણ તે બુદ્ધિશાળી છે. મહેશ ભટ્ટે એમ પણ કહ્યું હતું કે, 'દુનિયા તમાશો જોવાવાળાઓથી ભરેલી છે, પરંતુ પ્રદર્શન કરવા માટે ઘણી હિંમતની જરૂર પડે છે. મને ફિલ્મો બનાવનારા લોકો માટે ખૂબ જ આદર છે, પછી ભલે તેમના માર્ગમાં ગમે એ આવે. તેઓ હાર માનતા નથી અને ફરીથી શરૂઆત કરે છે. આ તે લોકો માટે પણ લાગુ પડે છે જેઓ ખૂબ જ નાની ઉંમરે ઝડપથી સફળતા મેળવે છે. એક મિનિટ પહેલાં આલિયા ખૂબ જ નાની  છોકરી હતી. તે તેના પિતા પાસેથી ₹ 500 મેળવવા માટે તેના પગ પર ક્રીમ લગાવતી હતી. છેલ્લાં બે વર્ષમાં તેણે એટલા પૈસા કમાયા, જેટલા હું 50 વર્ષમાં કમાયો.

‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ ફિલ્મમાં શશી કપૂરની હીરોઇન બનવા ઝીનત અમાને કંઈક એવું કર્યું કે રાજ કપૂર ચોંકી ગયા; જાણો વિગત

આલિયા ભટ્ટે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી ડેબ્યૂ કર્યું હતું. આ પહેલાં તેણે 1999માં આવેલી ફિલ્મ ‘સંઘર્ષ’માં બાળકલાકારની ભૂમિકા ભજવી હતી. આ પછી તેણે ‘હાઈવે’, ‘ટુ સ્ટેટ’, ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ અને ‘રાઝી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આલિયા ભટ્ટ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ અને  ‘બ્રહ્માસ્ત્ર’માં પણ જોવા મળશે.

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version