Site icon News Continuous Bureau | Mumbai

આલિયા ભટ્ટની ભાવિ સાસુ નીતુ કપૂરે આપ્યો ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નો રિવ્યૂ, ફિલ્મ જોયા બાદ આપી આવી પ્રતિક્રિયા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Channel

શનિવાર

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. અગાઉ, ફિલ્મનું સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું, જ્યાં ઇન્ડસ્ટ્રીના જાણીતા સ્ટાર્સે ફિલ્મ જોયા બાદ સોશિયલ મીડિયા પર રિવ્યુ આપ્યા હતા. હવે આલિયાના બોયફ્રેન્ડ રણબીર કપૂરની મા નીતુ કપૂરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે તેને ફિલ્મ અને તેની ભાવિ વહુનું પ્રદર્શન કેવું લાગ્યું

નીતુ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. તેણે ચાહકોને આલિયા ભટ્ટની ફિલ્મ 'ગંગુબાઈ કાઠીયાવાડી' જોવા માટે આમંત્રિત કર્યા છે. આલિયા છેલ્લા ઘણા સમયથી તેના પુત્ર રણબીરને ડેટ કરી રહી છે. આ ખાસ દિવસે નીતુએ આલિયા માટે લખ્યું, 'જુઓ આલિયાએ પાર્કની બહાર કેવી રીતે બોલ માર્યો.' આ પહેલા નીતુ કપૂરે ફિલ્મનું ટ્રેલર જોયા બાદ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે લખ્યું, 'ઉફ્ફ આઉટસ્ટેન્ડિંગ '.ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું નિર્દેશન સંજય લીલા ભણસાલી દ્વારા કરવામાં આવ્યું છે. અગાઉ રણબીરે કહ્યું હતું કે આલિયા વાસ્તવિક જીવનમાં પણ ઓનસ્ક્રીન પાત્રની જેમ વાત કરે છે. તેણે કહ્યું હતું કે, 'મને લાગે છે કે વાસ્તવિક જીવનમાં તે આલિયા ઓછી અને ગંગુબાઈ વધારે છે.' જ્યારે પાપારાઝીએ રણબીરને પૂછ્યું કે તેને ફિલ્મ કેવી લાગી તો તેણે હાથ જોડીને તેની પ્રતિક્રિયા આપી.

'તારક મહેતા કા…'ના ફેન્સ માટે સારા સમાચાર, શો ના નિર્માતા લાવી રહ્યા છે આ નવી એનિમેટેડ વેબસિરીઝ ; જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર થશે સ્ટ્રીમ

આલિયા અને રણબીરના લગ્નની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રણબીરે ખુલાસો કર્યો હતો કે જો કોરોના ન આવ્યો હોત તો અત્યાર સુધીમાં તેના લગ્ન સમારોહ થઈ ગયો હોત. હવે , તેઓ ક્યારે લગ્ન કરશે તે અંગે તેમના તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો, આલિયા ભટ્ટ પાસે 'RRR', 'બ્રહ્માસ્ત્ર', 'રોકી ઔર રાની કી લવ સ્ટોરી' અને 'જી લે ઝરા'માં નજર આવશે તેમજ  રણબીર સાથે  'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ સિવાય તે 'શમશેરા'માં પણ જોવા મળશે.

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version