Site icon

Alia bhatt: જાણો કેમ આલિયા ભટ્ટે પોતાના લગ્ન માં ભારે લહેંગા ને બદલે સાડી પહેરવાનું કર્યું હતું પસંદ? અભિનેત્રી એ જણાવ્યું કારણ

Alia bhatt: હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથેના લગ્નમાં લહેંગાને બદલે સાડી પસંદ કરવાનું કારણ જણાવ્યું હતું. આ સાથે તેણે ફેશન સાથે જોડાયેલી ઘણી બાબતો વિશે પણ વાત કરી.

alia bhatt reveals that why she wore saree in the wedding

alia bhatt reveals that why she wore saree in the wedding

News Continuous Bureau | Mumbai

Alia bhatt: બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે તાજેતરમાં જ ખુલાસો કર્યો કે તેણે શા માટે તેના લગ્નમાં લહેંગા નહીં પણ સાડી પહેરી હતી. આ સાથે તેણે કહ્યું કે તે સાડીમાં ખૂબ જ આરામદાયક અનુભવે છે. આલિયા હંમેશા તેની ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે. તેણીના લગ્નમાં, તેણીએ અન્ય અભિનેત્રીઓની જેમ ભારે લહેંગાને બદલે સાડી પહેરીને ઘણી હેડલાઇન્સ બનાવી હતી.

Join Our WhatsApp Community

 

આલિયા ભટ્ટે લહેંગા ની જગ્યા એ પહેરી હતી સાડી 

આલિયા ભટ્ટે તેના ખાસ દિવસ માટે આઈવરી કલર ની સબ્યસાચી એ ડિઝાઇન કરેલી સાડી પસંદ કરી હતી. આ વિશે વાત કરતાં આલિયાએ કહ્યું, ‘મને સાડીઓ ગમે છે. આ દુનિયાનો સૌથી આરામદાયક પોશાક છે, તેથી જ મેં મારા લગ્નમાં લહેંગા નહીં પણ સાડી પહેરી હતી.’આલિયાએ આગળ કહ્યું, ‘હું માનું છું કે એક મહિલા હોવાની સુંદરતા એ છે કે તમે દરેક સમયે અલગ-અલગ પ્રકારનાં કપડાં પહેરી શકો. હું પેન્ટ સૂટ અથવા કોઈ અન્ય સ્ટાઇલિશ ગાઉન પહેરી શકું છું. એક મહિલા હોવાના કારણે મારી પાસે મારા વોર્ડરોબ માં કપડાંનું સારું કલેક્શન છે. મને લાગે છે કે સ્ત્રી હોવાનો આ સૌથી મોટો ફાયદો છે. આપણે તેની ઉજવણી કરવી જોઈએ.’


 

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ના લગ્ન ના પોશાક 

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે 14 એપ્રિલ, 2022ના રોજ મુંબઈમાં તેમના ઘરે લગ્ન કર્યા હતા. તેમના ખાસ દિવસે, વર અને વધુ પ્રખ્યાત ડિઝાઇનર સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરાયેલ સુંદર પોશાક માં જોવા મળ્યા હતા. અભિનેત્રીએ સામાન્ય બ્રાઇડલ લહેંગાને છોડી આઈવરી કલર ની ઓર્ગેન્ઝા સાડી પસંદ કરી હતી. આ સાથે તેણે કુંદન જ્વેલરી પહેરી હતી, પરંતુ મેકઅપ સિમ્પલ રાખ્યો હતો.જ્યારેકે રણબીર કપૂરે પણ આલિયા ભટ્ટ ના પોશાક ને મેળ ખાતી શેરવાની પહેરી હતી.

આ  સમાચાર પણ વાંચો : Sushmita sen on aarya 3: ‘સિંહણ પાછી આવી રહી છે’, સુષ્મિતા સેને અલગ અંદાજ માં જાહેર કરી તેની વેબ સિરીઝ ‘આર્યા 3’ ની રિલીઝ ડેટ

 

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version