Site icon

Alia Bhatt BAFTA: વિદેશી ધરતી પર ગુંજ્યો હિન્દીનો નાદ! આલિયા ભટ્ટે BAFTA સ્ટેજ પર ‘નમસ્કાર’ કહીને જીત્યા લાખોના દિલ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ફિદા

Alia Bhatt BAFTA: લંડનમાં બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવોર્ડ્સમાં આલિયાએ વધાર્યું ભારતનું માન; સિલ્વર ગાઉનમાં દેશી અંદાજમાં જીત્યા સૌના દિલ

Alia Bhatt Shines at BAFTA 2026: Delivers Speech in Hindi on Global Stage; Video Goes Viral.

Alia Bhatt Shines at BAFTA 2026: Delivers Speech in Hindi on Global Stage; Video Goes Viral.

News Continuous Bureau | Mumbai

Alia Bhatt BAFTA: લંડનમાં આયોજિત પ્રતિષ્ઠિત બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવોર્ડ્સ (BAFTA) માં બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે ઇતિહાસ રચ્યો છે. આ એવોર્ડ શોમાં આલિયા એક એવોર્ડ પ્રેઝન્ટર તરીકે જોડાઈ હતી. સ્ટેજ પર પહોંચતા જ આલિયાએ પોતાની સ્પીચની શરૂઆત ‘નમસ્કાર’ કહીને હિન્દીમાં કરી હતી, જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વિશ્વભરના સિનેમા દિગ્ગજોની હાજરીમાં આલિયાનો આ ભારતીય અંદાજ જોઈને ચાહકો ગૌરવ અનુભવી રહ્યા છે.આલિયા ભટ્ટને બાફ્ટામાં ‘બેસ્ટ નોન-ઇંગ્લિશ ફિલ્મ’  કેટેગરીમાં એવોર્ડ આપવા માટે સ્ટેજ પર બોલાવવામાં આવી હતી. આલિયાએ સ્ટેજ પર આવતા જ કહ્યું, “નમસ્કાર, આગામી એવોર્ડ એવી ફિલ્મ માટે છે જે અંગ્રેજીમાં નથી. અત્યારથી તમે સબટાઇટલ્સ તરફ ન જાઓ.” ત્યારબાદ તેણે આ વાતનો અંગ્રેજીમાં અનુવાદ કરીને સમજાવ્યું કે ફિલ્મો ભલે વિવિધ ભાષાઓમાં હોય, પરંતુ સિનેમાની ભાષા આપણે બધા ખૂબ સારી રીતે સમજીએ છીએ.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન

ગુચ્ચીના સિલ્વર ગાઉનમાં આલિયાનો જાદુ  

રેડ કાર્પેટ પર આલિયા ભટ્ટનો લુક સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો. તેણે ગુચ્ચી બ્રાન્ડનો સિલ્વર ગાઉન પહેર્યો હતો, જેની સાથે સફેદ સ્ટૉલ કેરી કરીને તેણે પોતાના લુકમાં દેશી ટચ આપ્યો હતો. તેની ફેશન સેન્સ અને આત્મવિશ્વાસની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા કરવામાં આવી રહી છે. આલિયાની સાથે ફરહાન અખ્તર  પણ આ ઈવેન્ટમાં હાજર રહ્યો હતો, જેની ફિલ્મ ‘બૂંગ’ને પણ સન્માન મળ્યું છે.


 આલિયા ભટ્ટ પહેલા માત્ર પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણને જ બાફ્ટા (BAFTA) માં એવોર્ડ પ્રેઝન્ટ કરવાની તક મળી છે. આ સિદ્ધિ મેળવનારી આલિયા હવે ત્રીજી ભારતીય અભિનેત્રી બની ગઈ છે. ગ્લોબલ પ્લેટફોર્મ પર હિન્દી ભાષાનો ઉપયોગ કરીને આલિયાએ ભારતીય સંસ્કૃતિ ને વિશ્વ સ્તરે પ્રમોટ કરી છે, જેના માટે સોશિયલ મીડિયા પર તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Amitabh Bachchan: અમિતાભ બચ્ચને વર્ષો જૂની ‘જલસા’ની પરંપરા તોડી!આ રવિવારે ચાહકોને નહીં મળે બિગ બી; બ્લોગ પર ભાવુક પોસ્ટ શેર કરી જણાવ્યું કારણ
Dhurandhar Movie Scene: ‘ધુરંધર’ના સેટ પર ભાવુક પળો: અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ એક સીન બાદ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા
Malaika Arora Harsh Mehta: મલાઈકા અરોરાને ફરી મળ્યો પ્રેમ? અર્જુન સાથેના બ્રેકઅપ બાદ હવે કરોડપતિ બિઝનેસમેન સાથે જોડાયું નામ; જાણો કોણ છે હર્ષ મહેતા
Toxic Cast: યશની ‘ટોક્સિક’માં વધુ એક મોટા નામની એન્ટ્રી! ટીવીની ક્વીન હવે મોટા પડદા પર મચાવશે ધૂમ; દમદાર પાત્રમાં જોવા મળશે.
Exit mobile version