Site icon

આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું દમદાર ટ્રેલર થયું  રિલીઝ; જાણો વિગત, જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,5 ફેબ્રુઆરી 2022       
શનિવાર

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની આગામી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ટ્રેલરમાં આલિયા ભટ્ટની જોરદાર સ્ટાઈલ જોવા મળે છે. પ્રખ્યાત લેખક હુસૈન ઝૈદીના પુસ્તક 'માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ'ના પ્રકરણ પર આધારિત સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં આલિયા ભટ્ટની સાથે વિજય રાઝ, શાંતનુ મહેશ્વરી, સીમા ભાર્ગવ પાહવા, ઈન્દિરા તિવારી અને વરુણ કપૂર છે.'ગંગુબાઈ કાઠિયાવાડી'માં અજય દેવગન, હુમા કુરેશી અને ઈમરાન હાશ્મી કેમિયો રોલમાં જોવા મળશે. તેમજ , અભિનેતા વિજય રાજ ​​તેની જોરદાર અભિનયથી ફરી એકવાર એક ખાસ ઓળખ બનાવવા જઈ રહ્યા છે. 3 મિનિટના આ ટ્રેલરમાં ગંગુબાઈની આસપાસ ફરતી વાર્તા બતાવવામાં આવી છે જેમાં તે કેવી રીતે ગંગુબાઈ કાઠિયાવાડી બનશે તે જાણવા મળશે. આ ફિલ્મ 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Join Our WhatsApp Community

 

ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના મુખ્ય પાત્રની વાત કરીએ તો તે મુંબઈની માફિયા રાણી ગંગુબાઈ પર આધારિત છે. જે એક છોકરીની વાર્તા કહેશે જે ખૂબ જ નાની ઉંમરમાં દેહવ્યાપારના ધંધામાં ધકેલાઈ જાય છે. આ ફિલ્મ વર્ષ 2020માં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે તેની રિલીઝ ડેટ આગળ ધકેલાતી ગઈ. સંજય લીલા ભણસાલી અને જયંતિલાલ ગડા દ્વારા નિર્મિત ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ને 72માં બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ માટે પસંદ કરવામાં આવી છે. આલિયા ભટ્ટના કામની વાત કરીએ તો તેની પાસે આવનારા સમયમાં ઘણા મોટા પ્રોજેક્ટ છે.

આ કારણે નોરા ફતેહીનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ થયું હતું ડિલીટ, એકાઉન્ટ રિસ્ટોર થતાં એક્ટ્રેસે કરી પહેલી પોસ્ટ,; જાણો વિગત 

Satish Shah: ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ ફેમ સતીશ શાહનું નિધન, ૭૪ વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા
Baahubali The Epic Trailer : મહિષ્મતી ની દુનિયા માં પાછા જવા થઇ જાઓ તૈયાર, પ્રભાસની ‘બાહુબલી – ધ એપિક’નું ટ્રેલર થયું રિલીઝ
Aryan Khan: ધ બેડસ ઓફ બોલિવૂડ બાદ હવે આર્યન ખાન લાવશે આ સુપરહીરો ની વાર્તા! લક્ષ્ય લાલવાણી સાથે કરશે વધુ એક પ્રોજેક્ટ
KBC 17 Child Contestant: KBC 17ના બાળક કન્ટેસ્ટન્ટ ઇશિત ભટ્ટ ને થયો તેના વર્તન પર પસ્તાવો, અમિતાભ બચ્ચનથી માફી માંગતા કહી આવી વાત
Exit mobile version