Site icon News Continuous Bureau | Mumbai

Alia Bhatt Trolled: શું આલિયા ભટ્ટ હોસ્ટિંગમાં કાચી પડી? ‘રહેવા દો…’ કહી યુઝર્સે ઉડાવી ખિલ્લી, જાણો શું છે આખો મામલો

Alia Bhatt Trolled: ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026 માં પહેલીવાર હોસ્ટિંગ કરવા ઉતરેલી આલિયા ભટ્ટ ફ્લોપ સાબિત થઈ; નર્વસનેસ અને નબળા જોક્સને કારણે લોકોએ લીધી ફિરકી

Alia Bhatt Trolled for Hosting: netizens mock actress's debut hosting at Screen Awards 2026.

Alia Bhatt Trolled for Hosting: netizens mock actress's debut hosting at Screen Awards 2026.

News Continuous Bureau | Mumbai

Alia Bhatt Trolled: બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે, પરંતુ તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા ‘ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026’ માં હોસ્ટિંગ કરવું તેને ભારે પડી ગયું છે. આલિયાએ પહેલીવાર કોઈ એવોર્ડ શો હોસ્ટ કર્યો હતો, જેમાં તેની સાથે કોમેડિયન ઝાકિર ખાન અને સુનીલ ગ્રોવર પણ હતા. જોકે, હોસ્ટિંગ દરમિયાન આલિયાના જોક્સ પર ઓડિયન્સ તરફથી કોઈ ખાસ રિસ્પોન્સ મળ્યો નહોતો, જેના કારણે હવે સોશિયલ મીડિયા પર તેને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે.ઈવેન્ટ દરમિયાન આલિયા ભટ્ટ ઘણી વખત નર્વસ દેખાતી હતી અને ફમ્બલ  કરતી પણ જોવા મળી હતી. તેણે પ્રેક્ષકોને હસાવવા માટે ઘણા જોક્સ માર્યા, પરંતુ તે યોગ્ય રીતે લેન્ડ ન થઈ શક્યા. ટ્વિટર (X) પર યુઝર્સે લખ્યું કે, ‘આટલું શરમજનક છે કે મને શરમ આવી રહી છે, કોઈ હસી રહ્યું નથી.’ કેટલાક લોકોએ તો તેની હોસ્ટિંગની સરખામણી બ્રહ્માસ્ત્રના ‘શિવા શિવા’ ડાયલોગ સાથે કરીને મજાક ઉડાવી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Yeh Rishta Kya Kehlata Hai Twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટ્વિસ્ટ: અભિરાની જિંદગી નરક બનાવવા કોણે રચ્યું મોટું ષડયંત્ર? ઘરની જ વ્યક્તિ નીકળી દુશ્મન

‘ધુરંધર’ ની સફળતા અને આલિયાની નર્વસનેસ

સોશિયલ મીડિયા યુઝર્સે આલિયાની નર્વસનેસને રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’  ની જંગી સફળતા સાથે જોડી દીધી છે. કેટલાક ટ્રોલર્સે લખ્યું કે ધુરંધરની સફળતાએ ઘણા લોકોને માનસિક રીતે તોડી નાખ્યા છે. આલિયાએ બ્લેક કોટ-પેન્ટમાં પ્રોફેશનલ લુક ધારણ કર્યો હતો, પરંતુ હોસ્ટ તરીકે તે પ્રેક્ષકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી હતી.


હોસ્ટિંગ દરમિયાન એક રસપ્રદ કિસ્સો બન્યો જ્યારે સોનાલી બેન્દ્રેના પતિ ગોલ્ડી બહલે આલિયાના વખાણ કર્યા પણ ઝાકિર ખાનને  સુધારો કરવાની સલાહ આપી. આના પર ઝાકિરે વળતો જવાબ આપતા કહ્યું કે, ‘ગરીબ માણસ સારી જગ્યાએ આવી ગયો છે તો સહન નથી થતું.’ ઝાકિરના આ જવાબ પર ઓડિયન્સમાં જોરદાર હાસ્ય ફેલાયું હતું, જે આલિયાના કિસ્સામાં જોવા મળ્યું નહોતું.ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026 માં રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ છવાઈ ગઈ હતી. આ ફિલ્મે કુલ 16 કેટેગરીમાં એવોર્ડ જીત્યા હતા, જેમાં બેસ્ટ એક્ટર (રણવીર સિંહ) અને બેસ્ટ ડિરેક્ટર (આદિત્ય ધર) નો સમાવેશ થાય છે. જોકે, આટલા બધા એવોર્ડ જીતવા છતાં ‘ધુરંધર’ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીતી શકી નહીં; આ એવોર્ડ ‘હોમબાઉન્ડ’ ફિલ્મે પોતાના નામે કર્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Toxic Update। રોકી ભાઈની ૫०० કરોડની ‘ટોક્સિક’માં કેવો હશે નયનતારા અને કિયારા અડવાણીનો રોલ? સુપરસ્ટાર યશે પોતે કર્યો ખુલાસો
Mom 2 Update| નોઈડા ફિલ્મ સિટીનો પ્રથમ ઓફિશિયલ પ્રોજેક્ટ બનશે ‘Mom 2’, બોની કપૂરે શેર કરી અંદરની વિગત
Don 3 Controversy| ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચેનો વિવાદ વકર્યો, ડિરેક્ટરે ફિલ્મ એસોસિએશનમાં કરી સત્તાવાર ફરિયાદ
Bollywood Kissa| જ્યારે કિશોર કુમારે જમીન પર સૂઈને રેકોર્ડ કર્યું ‘શરાબી’ ફિલ્મનું આ આઇકોનિક ગીત! સિંગરની અજીબોગરીબ જીદ પાછળનું રહસ્ય આઉટ
Exit mobile version