Site icon News Continuous Bureau | Mumbai

Alia Bhatt : બીચ પર પોતાની જાત સાથે એન્જોય કરતી જોવા મળી આલિયા ભટ્ટ, વિડીયો જોઈ ચાહકો ને આવી રણબીર કપૂર ની યાદ

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં વ્યસ્ત છે. આ દરમિયાન, અભિનેત્રીએ તેનો નવો વીડિયો ચાહકો સાથે શેર કર્યો છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

alia bhatts video of dancing on the beach went viral

alia bhatts video of dancing on the beach went viral

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીને લઈને ચર્ચામાં છે . રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મનું ગીત પણ થોડા દિવસો પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં આલિયા ભટ્ટ સાથે રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે. આલિયા થોડા દિવસો પહેલા ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના એક ગીતના શૂટિંગ માટે કાશ્મીર ગઈ હતી. રણબીર કપૂરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આલિયા તેની આગામી ફિલ્મના શૂટિંગ માટે કાશ્મીર ગઈ છે અને રાહા પણ તેની સાથે ગઈ છે અને હું બંનેને ખૂબ મિસ કરી રહ્યો છું.

Join Our WhatsApp Channel

આલિયા ભટ્ટે શેર કર્યો વિડીયો

આલિયા ભટ્ટના આ લેટેસ્ટ વીડિયોની વાત કરીએ તો, અભિનેત્રી બીચ પર સૂતી પાણીના મોજાની મજા લેતી જોવા મળે છે. આલિયા ભટ્ટનો નો મેકઅપ લુક પર થી નજર હટાવવી મુશ્કેલ છે અને તે તેની આગામી ફિલ્મનું તાજેતરમાં રિલીઝ થયેલ ગીત તુમ ક્યા મિલે ગાતી જોવા મળે છે.આલિયા ભટ્ટના આ વીડિયો પર એક કલાકમાં 4 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે અને આ આંકડો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. તમામ નેટીઝન્સ તેને આલિયાનો લગ્ન અને પ્રેગ્નન્સી પછીનો શ્રેષ્ઠ વીડિયો ગણાવી રહ્યા છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ના લગ્ન

આ સમાચાર પણ વાંચો:  High alert : 24 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદનું હાઈ એલર્ટ, ગુજરાતની હાલત ખરાબ, મંદિરો ડૂબી ગયા

આલિયાએ લાંબા સંબંધો બાદ ગયા વર્ષે એપ્રિલમાં અભિનેતા રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. આલિયા ભટ્ટે 6 નવેમ્બર 2022ના રોજ પુત્રી રાહાને જન્મ આપ્યો હતો. આલિયાએ તેની પ્રેગ્નન્સી પહેલા ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ કર્યું હતું, પરંતુ તેણે રાહાના જન્મ પછી આ ગીત શૂટ કર્યું હતું.તમને જણાવી દઈએ કે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માં રણવીર અને આલિયાની સાથે ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ છે. આ ફિલ્મ 28 જુલાઈ, 2023ના રોજ રિલીઝ થશે.

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version